રજૂઆત@પાટણ: 24 કલાકમાં આપો કોરોના રીપોર્ટ, ઇન્જેક્શનની કાળાબજારી રોકો: કોંગ્રેસ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના કેસોમાં સતત વધારાને લઇ પાટણમાં હવે કોંગ્રેસ હરકતમાં આવી છે. જીલ્લા કોંગ્રેસ દ્રારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દે રજૂઆત કરી છે. જેમાં જીલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, PHC, CHCમાં ઓક્સિજન બેડ, ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટીલેટરની વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ સાથે આરટીપીસીઆર માટે પુરતી કીટ આપી તેનો રીપોર્ટ
 
રજૂઆત@પાટણ: 24 કલાકમાં આપો કોરોના રીપોર્ટ, ઇન્જેક્શનની કાળાબજારી રોકો: કોંગ્રેસ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના કેસોમાં સતત વધારાને લઇ પાટણમાં હવે કોંગ્રેસ હરકતમાં આવી છે. જીલ્લા કોંગ્રેસ દ્રારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દે રજૂઆત કરી છે. જેમાં જીલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, PHC, CHCમાં ઓક્સિજન બેડ, ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટીલેટરની વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ સાથે આરટીપીસીઆર માટે પુરતી કીટ આપી તેનો રીપોર્ટ 24 કલાકમાં આવે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.

રજૂઆત@પાટણ: 24 કલાકમાં આપો કોરોના રીપોર્ટ, ઇન્જેક્શનની કાળાબજારી રોકો: કોંગ્રેસ

પાટણ જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શંકરજી ઠાકોરેની અધ્યક્ષતામાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. શંકરજી ઠાકોરે જણાવ્યુ છે કે, પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અણઘડ વહીવટ અને સંકલનના અચાવે પ્રજા મોતના મુખમાં ધકેલાઇ રહી છે. જેથી વિવિધ મુદ્દાઓને લઇ આજે કલેક્ટરને પત્ર લખી કોંગ્રેસ જીલ્લા પ્રમુખે રજૂઆત કરી છે. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને કોરોનાને લગતાં અન્ય ઇન્જેક્શનોને તાત્કાલિક વ્યવસ્થા કરવા અને કાળાબજારી કરતાં ઇસમોને સજા કરવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જીલ્લા કોંગ્રેસના લેટરપેડ પર લખાયેલા પત્રમાં કાર્યકારી પ્રમુખ શંકરજી ઠાકોરે સરકારને આડેહાથ લીધી હતી. જેમાં વેક્સિનેશન કાર્યક્રમની ખોટી જાહેરાતો ન કરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય ડોઝ પુરતાં પ્રમાણમાં પહોંચાડવા અને ચુંટણી બુથ વાઇઝ વ્યવસ્થા કરવા માંગ કરી છે આ સાથે સરકારી હોસ્પિટલો અને PHC, CHCમાં મેડીકલ-પેરામેડીકલ સ્ટાફની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. તો પાટણ જીલ્લાના તમામ તાલુકા ક્ષેત્રે 108ની વ્યવસ્થા વધારવા પણ માંગ કરી છે.

કોવિડ હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા ગોઠવી લાઇવ પ્રસારણ કરો

પાટણ જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શંકરજી ઠાકોરે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં કોવિડ હોસ્પિટલોને લઇને પણ મહત્વની રજૂઆત કરી છે. જેમાં કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીના સ્વજનોને ખ્યાલમાં આવે તે હેતુથી સીસીટીવી કેમેરા ગોઠવી તેનું પ્રસારણ વેઇટીંગ રૂમમાં પારદર્શતી જળવાઇ રહે તેવી રીતે લાઇવ કરવા માંગ કરી છે. આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને સરકારી ક્વોટામાં 6 નંગ મળે છે પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ ઓછા નંગ આપી સારવાર કરતાં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેથી આવા રેમડેસિવિર ઇન્જેક્શન પરત લેવા અથવા કાળાબજારી કરતી હોસ્પિટલ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.