રજૂઆત@પાટણ: શાળામાં ઢોર છોડી વૃક્ષોને નુકશાન કર્યુ, સરપંચ દ્રારા પોલીસને રાવ

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારી વચ્ચે સરસ્વતી તાલુકાના વામૈયા ગામના સરપંચે ગામના જ ઇસમો વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં ગામના વ્યક્તિઓએ હનુમાનપુરા શાળામાં વાવેલ ઝાડો તથા ઉગેલ લીલુ ઘાસ ઢોરો પાસે ખવડાવી દઇ નુકશાન કર્યુ હોવાથી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાટણ
 
રજૂઆત@પાટણ: શાળામાં ઢોર છોડી વૃક્ષોને નુકશાન કર્યુ, સરપંચ દ્રારા પોલીસને રાવ

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારી વચ્ચે સરસ્વતી તાલુકાના વામૈયા ગામના સરપંચે ગામના જ ઇસમો વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં ગામના વ્યક્તિઓએ હનુમાનપુરા શાળામાં વાવેલ ઝાડો તથા ઉગેલ લીલુ ઘાસ ઢોરો પાસે ખવડાવી દઇ નુકશાન કર્યુ હોવાથી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રજૂઆત@પાટણ: શાળામાં ઢોર છોડી વૃક્ષોને નુકશાન કર્યુ, સરપંચ દ્રારા પોલીસને રાવ

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના મહિલા સરપંચ પારૂબેન કાન્તીની ઠાકોરે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં વામૈયાના હનુમાનપુરામાં આવેલી પેટાશાળામાં બાળકોને રમવાનું મેદાન છે. જેમાં આશોપાલવ, રાગુંદો, કરણ, સપ્તપદી તથા ચંપો સહિતના છોડો વાવેલા હતા. આ દરમ્યાન સરપંચે શાળાની મુલાકાત કરતાં ગામના 6 લોકો શાળામાં ભેંસો ચરાવી છોડોને નુકશાન કર્યુ હોવાની અરજી કરી છે.

રજૂઆત@પાટણ: શાળામાં ઢોર છોડી વૃક્ષોને નુકશાન કર્યુ, સરપંચ દ્રારા પોલીસને રાવ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 6 વ્યક્તિઓએ સરપંચને મા-બેન સામે ગાળો બોલી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની અરજી સરપંચે તાલુકા પોલીસ સ્ટેશનમાં કરતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે આ ઇસમો માથાભારે અને મોટાજૂથવાળા હોવાથી રખડતાં ઢોર ચરાવી શાળાની માલ મિલકતને મોટું નુકશાન કરતાં હોવાનું અરજીમાં લખ્યુ છે.

આ લોકો વિરૂધ્ધ કરાઇ અરજી

  • વદેસિંહ ફતેસિંહ ઠાકોર
  • કનુજી રાજસંગજી ઠાકોર
  • રમેશજી ગણપતજી ઠાકોર
  • વાઘુજી ચાંદજી ઠાકોર
  • દશરથજી વાઘુજી ઠાકોર
  • વેલાજી ગંભીરજી ઠાકોર, તમામ રહે. હનુમાનપુરા, વામૈયા, તા. સરસ્વતી, જી.પાટણ