રજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ

અટલ સમાચાર,પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ પાલિકાના નવિન મકાનના કામકાજ અંગે ઉપપ્રમુખે ચીફ ઓફીસરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, પાલિકાની નવિન બિલ્ડિંગનું કામ ઝડપથી પૂરૂ કરવાના હેતુથી ગુણવત્તા વગરનું કામ થઇ રહ્યુ છે. આ સાથે ટેન્ડરની શરતો મુજબ કામ ન થતુ હોવાથી વાત કરી આગામી જનરલ સભામાં ચર્ચા-વિચારણા કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણાં
 
રજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ

અટલ સમાચાર,પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ પાલિકાના નવિન મકાનના કામકાજ અંગે ઉપપ્રમુખે ચીફ ઓફીસરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, પાલિકાની નવિન બિલ્ડિંગનું કામ ઝડપથી પૂરૂ કરવાના હેતુથી ગુણવત્તા વગરનું કામ થઇ રહ્યુ છે. આ સાથે ટેન્ડરની શરતો મુજબ કામ ન થતુ હોવાથી વાત કરી આગામી જનરલ સભામાં ચર્ચા-વિચારણા કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવા રજૂઆત કરતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ નગરપાલિકાના નવિન બિલ્ડીંગનું કામ હાલ ચાલી રહ્યુ હોઇ પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે ચીફ ઓફીસરને પત્ર લખ્યો છે. જેમાં ઉતાવળમાં કામ પુરૂ કરવા માટે ગુણવત્તા વિનાનું કામ થઇ રહ્યુ હોવાનું કહ્યુ છે. આ સાથે મોટાભાગનું કામ સાંજ પછી થતું હોવાથી માલ-મટીરીયલ જે વપરાવું જોઇએ તે વપરાય છે કે કેમ ? તે બાબતે કોર્પોરેટરો અને ચેરમેનોને શંકા હોવાનું લખ્યુ છે. જે બાબતે ગંભીરતા લઇ તપાસ કરાવવાની માંગ કરતાં હડકંપ મચી ગયો છે.

રજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હાલમાં પાટણ નગરપાલિકાની નવિન બિલ્ડિંગનું કામ ચાલી રહ્યુ છે. જોકે પાલિકાના જ ઉપપ્રમુખે બિલ્ડિંગની કામગીરીને લઇ સવાલ ઉઠાવતાં ચકચાર મચી ગઇ છે. લાલેશ ઠક્કરે જણાવ્યુ હતુ કે, પાલિકાની બિલ્ડિંગનું કામ ગુણવત્તા વગરનું અને નિયમોને નેવે મુકીને થઇ રહ્યુ છે. જેથી તેની ચકાસણી કરી અને આગામી જનરલ સભામાં ચર્ચા-વિચારણા કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવા માંગ કરી છે.