રજૂઆત@રાધનપુર: પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા ધારાસભ્યને આવેદનપત્ર

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધના રાધનપુર ઘટક દ્રારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં પ્રાથમિક શિક્ષકોની નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ કરવામાં આવી છે. વિગતો મુજબ સરકારની નવી પેન્શન યોજનાને લઇ શિક્ષક સંઘ દ્રારા આવેદનપત્રો આપી વિરોધ નોંધાવી રહ્યા છે. અટલ
 
રજૂઆત@રાધનપુર: પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા ધારાસભ્યને આવેદનપત્ર

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધના રાધનપુર ઘટક દ્રારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં પ્રાથમિક શિક્ષકોની નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ કરવામાં આવી છે. વિગતો મુજબ સરકારની નવી પેન્શન યોજનાને લઇ શિક્ષક સંઘ દ્રારા આવેદનપત્રો આપી વિરોધ નોંધાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇને પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા જૂની પેન્શન યોજના શરૂ કરવાને લઇ રજૂઆત કરવામાં આવી છે. વિગતો મુજબ સરકારે 1 એપ્રિલ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરી 2005 પછી ભરતી થયેલા શિક્ષકો માટે નવી પેન્શન યોજના ચાલુ કરી છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોએ નવી પેન્શન યોજના સામે વિરોધ દર્શાવ્યો છે. જેને લઇ ગઇકાલે રાધનપુર પ્રાથમિક શિક્ષક દ્રારા ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત@રાધનપુર: પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા ધારાસભ્યને આવેદનપત્ર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે રાધનપુર પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા રાધનપુર ધારાસભ્ય ધારાસભ્ય રઘુભાઇ દેસાઇને રજૂઆત કરી હતી. જેમાં પ્રમુખ અરજણભાઇ ચૌધરી, મંત્રી શૈલેષકુમાર રાવલ, સાંતલપુર મંત્રી દિનેશભાઇ પંચાલ, સંગઠનના હોદ્દેદારો ભરતભાઇ જોષી અને તેજાભાઇ ચૌધરી સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.