ગૌરવ@વડોદરા: દેશની બાસ્કેટ બોલ ટીમમાં ખેડૂત પુત્રની પસંદગી, 2021માં રમશે

અટલ સમાચાર,ડેસ્ક ભારતીય બાસ્કેટ બોલ ટીમમાં ગુજરાતના એક ખેલાડીની પસંદગી કરાઇ હોવાનું સામે આવ્યુ છે. મધ્ય ગુજરાતના ખેડૂત પરિવારના દીકરા ની નેશનલ બાસ્કેટ બૉલ ટીમમાં પસંદગી થઇ છે. આ યુવાન હવે 2021માં બહેરીનમાં યોજાનારી એશિયા કપ ક્વૉલિફાયર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તરફથી રમશે. ભારતીય ખેલાડીઓને વિશ્વ લેવલે પહોંચવાનો મોકો આપવા માટે સરકાર અવનવી યોજનાઓ અને ટૂર્નામેન્ટો
 
ગૌરવ@વડોદરા: દેશની બાસ્કેટ બોલ ટીમમાં ખેડૂત પુત્રની પસંદગી, 2021માં રમશે

અટલ સમાચાર,ડેસ્ક

ભારતીય બાસ્કેટ બોલ ટીમમાં ગુજરાતના એક ખેલાડીની પસંદગી કરાઇ હોવાનું સામે આવ્યુ છે. મધ્ય ગુજરાતના ખેડૂત પરિવારના દીકરા ની નેશનલ બાસ્કેટ બૉલ ટીમમાં પસંદગી થઇ છે. આ યુવાન હવે 2021માં બહેરીનમાં યોજાનારી એશિયા કપ ક્વૉલિફાયર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તરફથી રમશે. ભારતીય ખેલાડીઓને વિશ્વ લેવલે પહોંચવાનો મોકો આપવા માટે સરકાર અવનવી યોજનાઓ અને ટૂર્નામેન્ટો યોજી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડાના રહેવાસી 24 વર્ષિય સહજ રાજેશભાઇ પટેલની ભારતીય બાસ્કેટ બોલ ટીમમાં પસંદગી થઇ છે. સહજના પિતા રાજેશભાઇ ખેતી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. સહજ અભ્યાસ માટે સોખડાથી આણંદ ગયો અને ત્યાંથી તેની બાસ્કેટબૉલની સફર શરૂ થઇ હતી. સહજ પટેલે જણાવ્યું હતુ કે, મારી ઊંચાઇ 6 ફૂટ 10 ઇંચ હોવાથી મિત્રોએ મને બાસ્કેટબૉલ સ્પોર્ટમાં જવાની સલાહ આપી હતી. જે બાદમાં મારી પસંદગી આણંદની ટીમમાં થઇ હતી.

સહજ પટેલે વધુ ઉમેર્યુ હતુ કે, બાદમાં હું વડોદરા આવી ગયો અને વડોદરાની ટીમમાંથી પણ રમ્યો હતો. આ પછી મારી પસંદગી ગુજરાતની ટીમમાં થઇ હતી. ગુજરાત ટીમ વતી મે બેંગ્લોર ખાતે ઓઇ ઇન્ડિયા યુનિર્વિસિટી બાસ્કેટબૉલ કપમાં ભાગ લીધો હતો. જે બાદમાં મારૂ પરફોર્મન્સ જોઇને નેશનલ ટીમમાં મારી પસંદગી કરવામાં આવી.