ઇનામ@મહેસાણા: દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલનું સામાજીક ન્યાય મંત્રાલયે 8 લાખ આપી સન્માન કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ટોક્યો 2020 પેરાલિમ્પિક મેડલ વિજેતા મહેસાણાની ભાવિના પટેલને વધુ એક ઇનામ મળ્યું છે. ગઇકાલે કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારી મંત્રી અને રાજ્ય મંત્રીને ટોક્યો 2020 પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ અને ટીમના સભ્યો સહિત કોચને સન્માનિક કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે પ્રથમ વખત પેરાલિમ્પિક વિજેતાઓને રોકડ પુરસ્કારો આપવાનો નિર્ણય કર્યો
 
ઇનામ@મહેસાણા: દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલનું સામાજીક ન્યાય મંત્રાલયે 8 લાખ આપી સન્માન કર્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટોક્યો 2020 પેરાલિમ્પિક મેડલ વિજેતા મહેસાણાની ભાવિના પટેલને વધુ એક ઇનામ મળ્યું છે. ગઇકાલે કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારી મંત્રી અને રાજ્ય મંત્રીને ટોક્યો 2020 પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ અને ટીમના સભ્યો સહિત કોચને સન્માનિક કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે પ્રથમ વખત પેરાલિમ્પિક વિજેતાઓને રોકડ પુરસ્કારો આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઇ ગઇકાલે યોજાયેલા કાર્યક્રમમાં અનેક વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.વીરેન્દ્ર કુમાર અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ ગોલ્ડ મેડલ માટે 10 લાખ રૂપિયા, સિલ્વર મેડલ માટે 8 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 5 લાખ રૂપિયા રોકડ ઇનામની જાહેરાત કરી હતી. રોકડ ઇનામો સીધા ખેલાડીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતની એક માત્ર પેરાલિમ્પિક વિજેતા ભાવિના પટેલને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે 8 લાખનું રોકડ ઇનામ આપ્યું છે. પેરાલિમ્પિકમાં ટેબલ ટેનીસ રમતમાં સિલ્વર મેડલ મેળવવા બદલ ભાવિના પટેલને 8 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.વિરેન્દ્ર કુમારે તમામ મેડલ વિજેતાઓ અને ભારતીય પેરાલિમ્પિક ટીમના દરેક સભ્યને રાષ્ટ્રને ગૌરવ અપાવવામાં તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ભારતીય પેરાલિમ્પિક ટીમના કોચનો દેશમાં વર્લ્ડ ક્લાસ વિકલાંગ ખેલાડીઓના વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ આભાર માન્યો હતો.