સમસ્યા@ગ્રાહકો: ઉ.ગુજરાતમાં અનેક સ્થળોએ વારંવાર નેટવર્ક ઠપ્પ, યુઝર પરેશાન

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા શરૂ થતા મોબાઇલ યુઝરો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે. નાનાથી લઇ મોટા તમામને ઈન્ટરનેટની સુવિધાઓ વગર ચાલતું નથી, જેમાં નેટવર્ક ઘણી મહત્વની ભુમિકા ભજવે છે. વોડાફોન અને આઇડિયાનુ નેટવર્ક છેલ્લા એક સપ્તાહથી વારંવાર ખોરવાતા ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અટલ સમાચાર
 
સમસ્યા@ગ્રાહકો: ઉ.ગુજરાતમાં અનેક સ્થળોએ વારંવાર નેટવર્ક ઠપ્પ, યુઝર પરેશાન

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા શરૂ થતા મોબાઇલ યુઝરો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે. નાનાથી લઇ મોટા તમામને ઈન્ટરનેટની સુવિધાઓ વગર ચાલતું નથી, જેમાં નેટવર્ક ઘણી મહત્વની ભુમિકા ભજવે છે. વોડાફોન અને આઇડિયાનુ નેટવર્ક છેલ્લા એક સપ્તાહથી વારંવાર ખોરવાતા ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જીલ્લાઓમાં અનેક સ્થળોએ મોબાઇલ નેટવર્કની ખામી સર્જાઇ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વોડાફોન અને આઇડીયાનુ નેટવર્ક વારંવાર ઠપ્પ થઇ જાય છે. ઇન્ટરનેટ કનેક્શન છોડી દેવુ સહિતની સમસ્યાઓ ઉભી થઇ રહી છે. મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા જતાં છેલ્લા બે દિવસની નેટવર્કની સમસ્યા ઉભી થતાં યુઝરો મુંઝવણમાં મુકાયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વોડાફોન કે આઇડીયા બંનેમાં ફોન ન લાગવાની અને ઇન્ટરનેટ કનેક્શન ન પકડાવાની સમસ્યા ઉભી થઇ છે. લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે, ઇન્ટરનેટર કે કોલની સ્કિમ પુરી થવાની ચાર-પાંચ દિવસની વાર હોય તો કંપની મેસેજ કરતી હોય છે પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી યુઝર્સને જે તકલીફ પડી રહી છે તેને લઇ તેઓ કોઇ સુધારો નથી. કંપની દ્રારા યુધ્ધના ધોરણે નેટવર્ક સો ટકા આવે તેવુ કામ શરૂ કરી ગ્રાહકોએ ખર્ચેલા પૈસાનું પુરેપુરૂ વળતર મળે તેવી માંગ ઉઠી છે.