કાર્યવાહી@ભાભર: સોશિયલ મિડીયામાં ઉશ્કેરાટ ફેલાવનારા 2 સામે ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા ભાભરમાં સમાજ વિશે અભદ્ર ભાષામાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી બાબતે બે લોકો સામે ફરીયાદ નોંધાઇ છે. આ બંને યુવકોએ સોશિયલ મિડીયાના ટીકટોક એકાઉન્ટ સહિત વોટ્સએપમાં વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં બંને ઇસમો સમાજની માં-બહેનોને ખરાબ ગાળો બોલતા હોઇ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ ફરીયાદીએ આરોપીને ભાભર
 
કાર્યવાહી@ભાભર: સોશિયલ મિડીયામાં ઉશ્કેરાટ ફેલાવનારા 2 સામે ફરીયાદ

અટલ સમાચાર, મહેસાણા

ભાભરમાં સમાજ વિશે અભદ્ર ભાષામાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી બાબતે બે લોકો સામે ફરીયાદ નોંધાઇ છે. આ બંને યુવકોએ સોશિયલ મિડીયાના ટીકટોક એકાઉન્ટ સહિત વોટ્સએપમાં વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં બંને ઇસમો સમાજની માં-બહેનોને ખરાબ ગાળો બોલતા હોઇ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ ફરીયાદીએ આરોપીને ભાભર બજારમાં મળી આ બાબતે વાત કરતા આરોપીએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર પંથકમાં સમાજની લાગણી દુભાવતો વિડીયો બનાવનારા બે ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. ભાભરના ઇસમે બે ઇસમો સામે સોશિયલ મિડીયામાં સમાજ વિશે અભદ્ર ભાષામાં પ્રયોગ કરી સમાજની લાગણી દુભાવી હોવાની ફરીયાદ નોંધાવી છે. વિડીયોને લઇ ફરીયાદી ભાભરના આરોપીને બજારમાં મળતાં વાતચીત કરી હતી. આ દરમ્યાન આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભાભરના ઇસમે બનાસકાંઠા જીલ્લાના એક અને મહેસાણા જીલ્લાના એક ઇસમ સામે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.