કાર્યવાહી@ખેડબ્રહ્મા: ગુપ્ત ખાનામાં છુપાવેલ 4.28 લાખના દારૂ સાથે 2 આરોપી ઝબ્બે

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) રાજસ્થાનથી પીક અપ ગાડીમાં ગુપ્ત રીતે છુપાવીને દારૂ આવતો હોવાની બાતમી મળી હતી. આથી ખેડબ્રહ્મા પોલીસે નાકા ગામ પાસે બે પંચોને સાથે રાખી બાતમી આધારે વાહન ઉભું રખાવી તપાસ કરી હતી. જેમાં ખુફિયા ખાનું બનાવી રાજસ્થાનથી બે ઈસમો 4 લાખ 28 હજારનો દારૂ છુપાવી લાવતાં ઝડપાઈ ગયા હતા. ઘટનાને પગલે
 
કાર્યવાહી@ખેડબ્રહ્મા: ગુપ્ત ખાનામાં છુપાવેલ 4.28 લાખના દારૂ સાથે 2 આરોપી ઝબ્બે

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

રાજસ્થાનથી પીક અપ ગાડીમાં ગુપ્ત રીતે છુપાવીને દારૂ આવતો હોવાની બાતમી મળી હતી. આથી ખેડબ્રહ્મા પોલીસે નાકા ગામ પાસે બે પંચોને સાથે રાખી બાતમી આધારે વાહન ઉભું રખાવી તપાસ કરી હતી. જેમાં ખુફિયા ખાનું બનાવી રાજસ્થાનથી બે ઈસમો 4 લાખ 28 હજારનો દારૂ છુપાવી લાવતાં ઝડપાઈ ગયા હતા. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે

કાર્યવાહી@ખેડબ્રહ્મા: ગુપ્ત ખાનામાં છુપાવેલ 4.28 લાખના દારૂ સાથે 2 આરોપી ઝબ્બે

ખેડબ્રહ્મા પોલીસને રાજસ્થાનથી મોટી સંખ્યામાં દારૂ આવતો હોવાની જાણ થઇ હતી. આથી ખેડવા ચેકપોસ્ટથી ખેડબ્રહ્મા તરફ નાકા ગામ પાસે તાત્કાલિક અસરથી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન એક પીક અપ ગાડીમાં તપાસ કરતાં ગુપ્ત ખાનામાં વિદેશી દારૂની 89 પેટીમાં 1072 બોટલ મળી આવી હતી. આરોપીઓ શંકર ગાયરી અને તેજારામ ગરાસીયા (મૂળ રાજસ્થાનના) પાસ પરમીટ વગર દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ગયા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કાર્યવાહી@ખેડબ્રહ્મા: ગુપ્ત ખાનામાં છુપાવેલ 4.28 લાખના દારૂ સાથે 2 આરોપી ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતું કે, જાહેર માર્ગ પર દારૂની બોટલ ઉતારવી અને ગણવી યોગ્ય નહિ થતાં ગાડી ખેડબ્રહ્મા પોલીસ મથકે લઇ જવામાં આવી હતી. સમગ્ર બાબતે ખેડબ્રહ્મા પોલીસે ગુન્હો દાખલ કરી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન તરફથી સાબરકાંઠા જિલ્લામાં અવાર નવાર દારૂની આયાત થતી રહે છે.