આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા તાલુકાના ગામે એલસીબીએ રેડ કરી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે વિદેશી દારૂની નાની મોટી પેટીઓ નંગ 184 (બોટલો નંગ.7752) સહિત કિંમત રૂપિયા 9,12,000 નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા મનીષસિંહની સૂચનાથી એલસીબી પીઆઇ એસ.એસ.નિનામા સહિતનો સ્ટાફે બાતમી આધારે કટોસણ ગામમાં રેડ કરી હતી. અ.હેડ.કોન્સ્ટેબલ હર્ષદસિંહ રાઠોડ તથા નરેન્દ્રસિંહ સોઢાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કટોસણ ગામમાં ઝાલા અજીતસિંહ ભીખુભાએ વિદેશી દારૂનો જથ્થો લક્ષ્મીપુરામાં રહેતા ઠાકોર દાદુજી ડાહ્યાજીના ઘરે સંતાડેલ છે. જે ચોક્કસ બાતમીને આધારે રેડ કરી પોલીસે 9,12,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કટોસણ ગામે વિદેશી દારૂની બાતમી અ.હેડ.કોન્સ્ટેબલ હર્ષદસિંહ રાઠોડ તથા નરેન્દ્રસિંહ સોઢાને મળી હતી. જે આધારે પોલીસે કાર્યવાહી કરી વિદેશી દારૂની નાની મોટી પેટીઓ નંગ 184 (બોટલો નંગ 7752) કુલ કિંમત રૂપિયા 9,12,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રેડ દરમ્યાન ઝાલા અજીતસિંહ ભીખુભા રહે કટોસણ, તા.જોટાણા અને ઠાકોર દાદુજી ડાહ્યાજી રહે.કટોસણ લક્ષ્મીપુરા તા.જોટાણાવાળા હાજર નહિ મળી આવતા સાંથલ પોલીસ સ્ટેશનમાં પોહી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code