કાર્યવાહી@મોડાસા: ધો-12ની પરીક્ષામાં મોબાઇલથી ચોરીનો મામલો, 2 ઝબ્બે

અટલ સમાચાર,મોડાસા મોડાસામાં ધોરણ-12ના બાયોલોજીના પેપરમાં એક પરીક્ષાર્થી મોબાઇલમાંથી ચોરી કરતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે. રીપીટર પરીક્ષાર્થીએ પોતાના મિત્રને મોબાઇલમાં બાયોલોજીનું પેપર મોકલી અને જવાબ લખતો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં જોઇ સ્થળ સંચાલકે આવી સુપરવાઇઝર સાથે મળી તેની તલાશી લેતાં મોબાઇલ મળી આવ્યો હતો. ઘટનાને લઇ સ્થળ સંચાલકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પરીક્ષાર્થી
 
કાર્યવાહી@મોડાસા: ધો-12ની પરીક્ષામાં મોબાઇલથી ચોરીનો મામલો, 2 ઝબ્બે

અટલ સમાચાર,મોડાસા

મોડાસામાં ધોરણ-12ના બાયોલોજીના પેપરમાં એક પરીક્ષાર્થી મોબાઇલમાંથી ચોરી કરતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે. રીપીટર પરીક્ષાર્થીએ પોતાના મિત્રને મોબાઇલમાં બાયોલોજીનું પેપર મોકલી અને જવાબ લખતો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં જોઇ સ્થળ સંચાલકે આવી સુપરવાઇઝર સાથે મળી તેની તલાશી લેતાં મોબાઇલ મળી આવ્યો હતો. ઘટનાને લઇ સ્થળ સંચાલકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પરીક્ષાર્થી અને તેના મિત્ર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસામાં આવેલી બ્રાઇટ જુનિયર સાયન્સ કૉલેજમાં પરીક્ષાર્થી મોબાઇલ સાથે ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. ધોરણ-12ની રીપીટર તરીકે પરીક્ષા આપતા પરીક્ષાર્થીએ જાહેરનામાનો ભંગ કરી મોબાઇલ લઇ રૂમમાં આવ્યો હતો. આ સાથે તેને બાયોલોજીનું પેપર તેના મિત્રને વોટ્સએપથી મોકલી અને જવાબો લખતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થળ સંચાલકે સુપરવાઇઝરને સુચના આપી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થળ સંચાલક એકવાર સુપરવાઇઝરને સુચના આપી ત્યાંથી ફરી ઓફીસમાં જઇ સીસીટીવી ચેક કરતા હતા. આ દરમ્યાન ફરીથી આરોપી પરીક્ષાર્થીને હલચલ કરતો જોઇ સ્થળ સંચાલકે પરીક્ષાર્થીને બહાર બોલાવી ચેક કર્યો હતો. જેમાં તેની પાસેથી એમઆઇ કંપનીનો મોબાઇલ મળી આવ્યો હતો. જે ચેક કરતા તેને તેના મિત્રને બાયોલોજીનું પેપર મોકલ્યુ હતુ. સમગ્ર બાબતે હાલ મોડાસા ટાઉન પોલીસે આઇપીસી 120 B,188 અને આઇટી એક્ટની કલમ 66 મુજબ ગુનો નોંધી પરીક્ષાર્થી અને તેના મિત્રની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.