કાર્યવાહી@પાલનપુર: દુકાનમાંથી ચોરાયેલા 22 મોબાઇલ સાથે 2 ઝબ્બે

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર પશ્વિમ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મોબાઇલની દુકાનમાં ચોરી કરનારા બે ઇસમોની અટકાયત કરી છે. સીસીટીવી કેમેરા અને શંકાસ્પદ વાહન ઉપર પસાર થતાં ઇસમોને રોકી પુછપરછ કરી હતી. જેમાં તેમણે મોબાઇલમાં ચોરી કરી હોવાનું કબુલતાં તેમની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પોલીસે 22 મોબાઇલ અને 1 લેપટોપ ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ
 
કાર્યવાહી@પાલનપુર: દુકાનમાંથી ચોરાયેલા 22 મોબાઇલ સાથે 2 ઝબ્બે

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર પશ્વિમ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મોબાઇલની દુકાનમાં ચોરી કરનારા બે ઇસમોની અટકાયત કરી છે. સીસીટીવી કેમેરા અને શંકાસ્પદ વાહન ઉપર પસાર થતાં ઇસમોને રોકી પુછપરછ કરી હતી. જેમાં તેમણે મોબાઇલમાં ચોરી કરી હોવાનું કબુલતાં તેમની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પોલીસે 22 મોબાઇલ અને 1 લેપટોપ ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@પાલનપુર: દુકાનમાંથી ચોરાયેલા 22 મોબાઇલ સાથે 2 ઝબ્બે

બનાસકાંઠા જીલ્લા પોલીસવડાની સુચનાથી પશ્વિમ પોલીસ મથકનો સ્ટાફ ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે પેટ્રોલિંગમાં હતો. ગત દિવસોએ પાલનપુરના કોઝી વિસ્તારની મોબાઇલની દુકાનમાં ચોરી થઇ હતી. જેમાં ઘટના સ્થળ અને અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ સુઝુકી એક્સીસ અને બે ઇસમો જોવા મળ્યા હતા. પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે આવુ જ એક્સીસ અને બંને આરોપીઓ જેવા લોકોને જોતા તેમને અટકાવી પુછપરછ કરી હતી.

કાર્યવાહી@પાલનપુર: દુકાનમાંથી ચોરાયેલા 22 મોબાઇલ સાથે 2 ઝબ્બે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ચોરીમા ગયેલ મુદ્દામાલ પૈકી ઓપો. કંપનીના મોબાઇલ નંગ-11, આઇટેલ કંપનીના મોબાઇલ નંગ-11, ડેલ કંપનીનું લેપટોપ નંગ-1 કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ચોરી કરવામાં વાપરેલ સુઝુકી એક્સીસ રજીનં. GJ.09.BC.5180 પણ જપ્ત કરવામાં આવ્યુ છે. પાલનપુર પશ્વિમ પોલીસે રાકેશભાઇ રામાભાઇ બાવરી અને બંશી ઓમપ્રકાશ જાતે બાવરી બંન્ને રહે.બાવરીડેરા (તારાનગર) માનસરોવર ફાટક પાસે, પાલનપુરવાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.