કાર્યવાહી@પાલનપુર: માવા ઉત્પાદકો સામે ફુડ વિભાગની તપાસ, સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુરમાં આરોગ્યની ચીજવસ્તુઓ શંકાસ્પદ હોવાની આશંકાઓ તબક્કાવાર વધી રહી છે. આથી ફુડ વિભાગે પાલનપુર પંથકમાં માવાના વેપારીઓ સામે તપાસ કરી છે. 3 માવા ઉત્પાદકોને ત્યાંથી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું સામે આવ્યુ છે. દિવાળી તહેવાર નજીક હોઇ બનાસકાંઠા જીલ્લામાં માવા-મિઠાઇ, ઘી, તેલ સહિતની ચીજવસ્તુઓ આરોગ્ય સામે ખતરારૂપ છે કે કેમ
 
કાર્યવાહી@પાલનપુર: માવા ઉત્પાદકો સામે ફુડ વિભાગની તપાસ, સેમ્પલ લેવાયા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુરમાં આરોગ્યની ચીજવસ્તુઓ શંકાસ્પદ હોવાની આશંકાઓ તબક્કાવાર વધી રહી છે. આથી ફુડ વિભાગે પાલનપુર પંથકમાં માવાના વેપારીઓ સામે તપાસ કરી છે. 3 માવા ઉત્પાદકોને ત્યાંથી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું સામે આવ્યુ છે. દિવાળી તહેવાર નજીક હોઇ બનાસકાંઠા જીલ્લામાં માવા-મિઠાઇ, ઘી, તેલ સહિતની ચીજવસ્તુઓ આરોગ્ય સામે ખતરારૂપ છે કે કેમ ? તેની ખરાઇ ફુડ વિભાગે આદરી છે.

કાર્યવાહી@પાલનપુર: માવા ઉત્પાદકો સામે ફુડ વિભાગની તપાસ, સેમ્પલ લેવાયા
Advertise

બનાસકાંઠાની પાલનપુર જીઆઇડીસીની ધુલિયાવાડીમાં માવા ઉત્પાદક સામે ફુડ વિભાગે ગતિવિધિ કરી છે. માવાનું સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યુ હતુ. જોકે ગણતરીના કલાકોમાં જ ચડોતર અને ડીસા હાઇવે પરના માવાવાળાને ત્યા તપાસ કરવામાં આવી હતી. ખંડેલવાલ, કિશોરભાઇ અને સુરેશભાઇ સહિતના ત્રણેય માવા ઉત્પાદકોને ત્યાંથી માવાના સેમ્પલ લેવાયા હોવાનું ફુડ ઓફીસર ગામિતે જણાવ્યુ હતુ.

કાર્યવાહી@પાલનપુર: માવા ઉત્પાદકો સામે ફુડ વિભાગની તપાસ, સેમ્પલ લેવાયા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠામાં ઘી, તેલ અને દૂધ સાથે તેની બનાવટો આરોગ્ય માટે સંપુર્ણ સુરક્ષિત હોવાનો દાવો થઇ શકે તેમ નથી. આવી સ્થિતિમાં દિવાળી તહેવાર નજીક હોઇ આરોગ્ય માટે ખાતરી થાય તેવી ચીજવસ્તુની ઓળખ કરવી અત્યંત મહત્વની બની છે. જેના અનુસંધાને બનાસકાંઠા જીલ્લા ફુડ એકમની ભુમિકા સૌથી વધુ જવાબદારી માંગી રહી છે.