કાર્યવાહી@પાટણ: સિમેન્ટ ભરેલી ટ્રકમાંથી 18 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) વારાહી પોલીસ અને એલસીબીએ અધધધ…18 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપી સાથે ટ્રક સહિત કુલ 27,94,720ના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે વિદેશી દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. પાટણ એલસીબી અને વારાહી પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ
 
કાર્યવાહી@પાટણ: સિમેન્ટ ભરેલી ટ્રકમાંથી 18 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

વારાહી પોલીસ અને એલસીબીએ અધધધ…18 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપી સાથે ટ્રક સહિત કુલ 27,94,720ના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે વિદેશી દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. પાટણ એલસીબી અને વારાહી પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના વારાહી નજીકથી સ્થાનિક પોલીસ અને એલસીબીએ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક(રાધનપુર)ના માર્ગદર્શન હેઠળ એલસીબી અને વારાહી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન સિમેન્ટ ભરેલી ટ્રકને ઉભી રખાવી તલાસી લેવામાં આવી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની ત્રણ અલગ-અલગ બ્રાન્ડનો કુલ 18 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વારાહી પોલીસ અને એલસીબીએ ટ્રકચાલક સોહનલાલ મુળારામ બિશ્રોઇ ઉ.વ-30 રહે શોભાલા, દર્શાન તા.ચૌહાટન જી.બાડમેરની અટકાયત કરી છે. આ સાથે ટ્રકમાંથી પાર્ટી સ્પેશ્યલ ડિલક્ષ વ્હસ્કીની 750 મી.લીની બોટલ નંગ-2640 કિ.રૂ.9,24,000, મેકડોવેલ્સ સુપ્રીમ વ્હીસ્કીની 750 મી.લી ની બોટલ નંગ-1644 કિ.રૂ 8,05,060 તથા રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમીયમ વ્હસ્કીની 750 મી.લીની બોટલ નંગ-108 કિ.રૂ.56,160 સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ સાથે ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.9,500 તથા ગાડીની કિ.રૂ. 10,00,000 મળી કુલ કિ.રૂ. 27,94,720ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે.