કાર્યવાહી@રાધનપુર: ખોટી સહાય કેસ, આરોપી વિરૂધ્ધ ભ્રષ્ટાચારની કલમો લાગી

અટલ સમાચાર, રાધનપુર રાધનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખોટી સહાય લીધી હોવાની ફરીયાદ બાદ કડક કાર્યવાહી થઇ રહી છે. આરોપી આસીફ ઘાંચીએ પોતાના નગરસેવકના કાર્યકાળ દરમ્યાન સત્તાનો દુરૂપયોગ કરી બનાવટી સોગંધનામું તૈયાર કરી પ્રથમ હપ્તા પેટે સહાય મેળવી હતી. આથી રાધનપુર પોલીસે ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની કલમોનો ઉમેરો કરવા કોર્ટને રજૂઆત કરી હતી. જેના પગલે રાધનપુર
 
કાર્યવાહી@રાધનપુર: ખોટી સહાય કેસ, આરોપી વિરૂધ્ધ ભ્રષ્ટાચારની કલમો લાગી

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખોટી સહાય લીધી હોવાની ફરીયાદ બાદ કડક કાર્યવાહી થઇ રહી છે. આરોપી આસીફ ઘાંચીએ પોતાના નગરસેવકના કાર્યકાળ દરમ્યાન સત્તાનો દુરૂપયોગ કરી બનાવટી સોગંધનામું તૈયાર કરી પ્રથમ હપ્તા પેટે સહાય મેળવી હતી. આથી રાધનપુર પોલીસે ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની કલમોનો ઉમેરો કરવા કોર્ટને રજૂઆત કરી હતી. જેના પગલે રાધનપુર કોર્ટે એસીબીની કલમ 13(1)સી નો ઉમેરો કરવા સાથે આઇપીસીની કલમ 409 અને 467ની પણ મંજૂરી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકાના પુર્વ નગરસેવક આસીફ ઘાંચીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. પ્રધાનમંત્રી આવાસમાં ખોટું સોગંઘનામું તૈયાર કરી સહાયનો પ્રથમ હપ્તો મેળવી લેવાના કેસમાં કોર્ટ તરફથી મોટી પરવાનગી સામે આવી છે. આરોપી આસીફ ઘાંચી અને તેમના પત્નિ અનિષાબેન આસીફ ઘાંચી સહિતનાએ મળી ગુનાહિત કાવતરૂ રચી સહાય પેટેના 30,000 ઉપાડી લીધા હતા. આથી ઇપીકો કલમ 467 મુજબનો ગુનો બનતો હોવાનું રાધનપુર પોલીસે કોર્ટને જણાવ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર પોલીસે સદર ગુનામાં ઇપીકો કલમ 409, 465, 467, 468 અને 471 સાથે એસીબીની કલમ 13(1)સી નો ઉમેરો કરવા રાધનપુર કોર્ટને રજૂઆત કરી હતી. જેના પગલે રાધનપુર કોર્ટના ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ દ્રારા આરોપીઓ સામે પ્રથમ દર્શનિય રીતે ઇપીકોની કલમ 409, 467 તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(1)સી મુજબનો ઉમેરો કરવા પરવાનગી આપી છે. જેમાં ગુનાની એફઆઇઆર યોગ્ય હુકુમત ધરાવતી કોર્ટમાં રજૂ કરવા માટે તપાસ કરનાર અમલદારને સોંપવાનો હુકમ કર્યો છે.

આ કલમથી સજાની જોગવાઇ જાણો ?

આવાસ યોજનામાં ખોટું સોગંધનામું કરી સહાય લેવાના કેસમાં આરોપીઓ વિરૂધ્ધની એફઆઇઆરમાં કડક કલમોનો ઉમેરો થયો છે. આ ત્રણેય કલમો મુજબ ગુનેગાર સાબિત થાય તો 10 વર્ષ કેદની સજાની જોગવાઇ છે. તત્કાલિન કોર્પોરેટર આસીફ ઘાંચીએ જાહેરસેવક દરમ્યાન ખોટી રીતે સહાયનો હપ્તો લીધો હોઇ આ કલમોનો ઉમેરો થયો હોવાનું સામે આવ્યુ છે.