કાર્યવાહી@સમી: દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમ ઝડપાયો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પોલીસ અધિક્ષક પાટણે જીલ્લામાંથી ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે પાટણ એલ.સી.બી.ના પો.ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ જે.કે.ડોડીયા તથા તેમની ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન બાતમી આધારે સમી ગામની સીમમાંથી એક વ્યક્તિ પાસેથી દેશી હાથ બનાવટની બંદુક કબજે કરી કાયદેસરની કાર્યવાહી
 
કાર્યવાહી@સમી: દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમ ઝડપાયો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પોલીસ અધિક્ષક પાટણે જીલ્લામાંથી ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે પાટણ એલ.સી.બી.ના પો.ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ જે.કે.ડોડીયા તથા તેમની ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન બાતમી આધારે સમી ગામની સીમમાંથી એક વ્યક્તિ પાસેથી દેશી હાથ બનાવટની બંદુક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાના સમી ગામની સીમમાંથી એલસીબીએ એક ઇસમને દેશી બંદુક સાથે ઝડપી પાડ્યો છે. એલસીબીએ બાતમીને આધારે આધારે સમી ગામની સીમમાં ઇદગાહ મસ્જીદ નજીક આવેલ જમાતખાનાના ખેતરમાંમાંથી સિંધી ડફેર કેશર ઉર્ફે બબુડીયો ઐયુબ રહે.સમી બસ સ્ટેશનની પાછળ મફતપુરા પનીયાસર તળાવની પાળ તા.સમી જી.પાટણ વાળાઓને ગે.કા. વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટ બંદુક નંગ-૧ કિંમત રૂપિયા ૨૫૦૦ની સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.