કાર્યવાહી@શંખેશ્વર: રહેણાંક વિસ્તારમાં LCBની રેડમાં 13 જુગારીઓ ઝબ્બે

અટલ સમાચાર, શંખેશ્વર પાટણ LCBએ બાતમી આધારે શંખેશ્વર થી જુગારધામ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. શંખેશ્વરના રાધે શોપિંગ સેન્ટરની પાછળ આવેલ ટેબા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગઇ કાલે સાંજે જુગાર રમતા જુગારીઓ ઝડપાઈ જતાં હડકંપ મચી ગયો છે. પોલીસે 13 જુગારીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજની સૂચનાથી એલસીબીએ બાતમી
 
કાર્યવાહી@શંખેશ્વર: રહેણાંક વિસ્તારમાં LCBની રેડમાં 13 જુગારીઓ ઝબ્બે

અટલ સમાચાર, શંખેશ્વર

પાટણ LCBએ બાતમી આધારે શંખેશ્વર થી જુગારધામ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. શંખેશ્વરના રાધે શોપિંગ સેન્ટરની પાછળ આવેલ ટેબા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગઇ કાલે સાંજે જુગાર રમતા જુગારીઓ ઝડપાઈ જતાં હડકંપ મચી ગયો છે. પોલીસે 13 જુગારીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાર્યવાહી@શંખેશ્વર: રહેણાંક વિસ્તારમાં LCBની રેડમાં 13 જુગારીઓ ઝબ્બે

પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજની સૂચનાથી એલસીબીએ બાતમી આધારે શંખેશ્વર માં રેડ કરી હતી. જેમાં બચુજી ઠાકોર રહે. શંખેશ્વરવાળો પોતાના સાળા ઠાકોર બાબુજી મોહનજીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે બાતમી આધારે રેડ કરી અંગઝડપીમાંથી રોકડ રકમ 43550, દાવ ઉ૫રથી રોકડ રકમ 8150 મળી કુલ રોકડ રકમ 51,700 અને મોબાઇલ નંગ-12 જેની કિંમત- 23000, ગંજી પાના નંગ-52 સહિત કુલ 74,700નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓને નામ

બેચરજી બચુજી ઠાકોર -શંખેશ્વર
શૈલેષભાઇ શાંતિલાલ લોદરીયા- શંખેશ્વર
ભરતભાઇ ગણપતભાઇ પટેલ- વણોદ
ચંદુજી બચુજી ઠાકોર- શંખેશ્વર
પ્રહલાદભાઇ ચતુરભાઇ વાણંદ -આદરીયાણા
નટુજી સુડાજી ઠાકોર- શંખેશ્વર
દશરથભાઇ ગોવાભાઇ ઠાકોર- આદરીયાણા
પરમેશભાઇ રાણાભાઇ ઠાકોર- પાનવા
અબ્દુલખાન મીરખાન કુરેશી – કુરેશીવાસ (થરાદ)
ભરતજી કનુજી ઠાકોર- શંખેશ્વર
જગદિશભાઇ દલાભાઇ આગરીયા- રાધનપુર
મોહનભાઇ કાજાભાઇ પાલેજી – કુરેશીવાસ(થરાદ)
ખેમાભાઇ કાનજીભાઇ વણકર – રાધનપુર