કાર્યવાહી@વાવ: આદેશથી દોડતા થયા, બોગસ ડોક્ટરોની શોધખોળ

અટલ સમાચાર, વાવ બનાસકાંઠા જીલ્લા આરોગ્ય તંત્ર દ્રારા બોગસ ડોક્ટરો વિરૂધ્ધ કાર્યવાહીનો આદેશ થયા બાદ તાલુકાની ટીમ દોડતી થઇ છે. અત્યાર સુધી બોગસ ડોક્ટરો નહિ મળતાં શોધખોળને પગલે એક જ દિવસમાં મોટી કાર્યવાહી થયાનું સામે આવ્યુ છે. ગોલગામ પીએચસી દ્રારા બેથી વધુ બોગસ ડોક્ટરોને સૌપ્રથમવાર નોટીસ ફટકારવામાં આવી છે. બોગસ ડોક્ટરો વિરૂધ્ધ આદેશ બાદ થયેલી
 
કાર્યવાહી@વાવ: આદેશથી દોડતા થયા, બોગસ ડોક્ટરોની શોધખોળ

અટલ સમાચાર, વાવ

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય તંત્ર દ્રારા બોગસ ડોક્ટરો વિરૂધ્ધ કાર્યવાહીનો આદેશ થયા બાદ તાલુકાની ટીમ દોડતી થઇ છે. અત્યાર સુધી બોગસ ડોક્ટરો નહિ મળતાં શોધખોળને પગલે એક જ દિવસમાં મોટી કાર્યવાહી થયાનું સામે આવ્યુ છે. ગોલગામ પીએચસી દ્રારા બેથી વધુ બોગસ ડોક્ટરોને સૌપ્રથમવાર નોટીસ ફટકારવામાં આવી છે. બોગસ ડોક્ટરો વિરૂધ્ધ આદેશ બાદ થયેલી કાર્યવાહી અત્યાર સુધીની જવાબદારી સામે સવાલો ઉભા કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકમાં બોગસ ડોક્ટરોની શોધખોળ મચી ગઇ છે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના આદેશથી તાલુકાની ટીમ દોડતી થઇ હોઇ આજે બોગસ ડોક્ટરોને ત્યાં પહોંચી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. ગોલગામ પીએચસીના આરોગ્ય અધિકારી મોનિકા માળી સહિતનાએ બોગસ ડોક્ટરોને નોટીસ આપી છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, અત્યાર સુધી બેફામ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો આદેશ બાદ શોધવામાં આવ્યા છે. જેનાથી ગોલગામ પીએચસી સહિતના આરોગ્ય અધિકારીની ભુમિકા શંકાસ્પદ બની છે.

કાર્યવાહી@વાવ: આદેશથી દોડતા થયા, બોગસ ડોક્ટરોની શોધખોળ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લાના અનેક સ્થળોએ બોગસ ડોક્ટરો ડીગ્રી વગર જનઆરોગ્ય સામે ચેડાં કરી રહ્યા છે. આથી હાલ પુરતી કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ નોટીસ આપી આરોગ્યની હાટડી બંધ કરવા જણાવી દેવાયું છે. આજે પાંચ બોગસ ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જીલ્લા આરોગ્ય તંત્રની સુચના બાદ તાલુકા આરોગ્યના અધિકારીઓ દોડતા થયા છે.