કાર્યવાહી@અમદાવાદ: રોગચાળા સામે મનપાનો સપાટો, શાળા-કોલેજને તાળાં માર્યા

અટલ સમાચાર, અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હસ્તક મેલેરિયા વિભાગ હરકતમાં આવ્યુ છે. તંત્ર દ્રારા મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે સઘન ઝૂંબેશની કામગીરી હાથ ધરાઇ હતી. આ સંદર્ભે શહેરના સાત ઝોનમાં વિવિધ ટીમ દ્વારા શાળા-કૉલેજ કેમ્પસમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાંથી 9 શાળા-કૉલજમાં મચ્છરનો બ્રિડીગ મળી આવતા સીલ કરાઇ હતી. સમગ્ર મામલે હેલ્થ ઓફિસર ડો
 
કાર્યવાહી@અમદાવાદ: રોગચાળા સામે મનપાનો સપાટો, શાળા-કોલેજને તાળાં માર્યા

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હસ્તક મેલેરિયા વિભાગ હરકતમાં આવ્યુ છે. તંત્ર દ્રારા મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે સઘન ઝૂંબેશની કામગીરી હાથ ધરાઇ હતી. આ સંદર્ભે શહેરના સાત ઝોનમાં વિવિધ ટીમ દ્વારા શાળા-કૉલેજ કેમ્પસમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાંથી 9 શાળા-કૉલજમાં મચ્છરનો બ્રિડીગ મળી આવતા સીલ કરાઇ હતી.

કાર્યવાહી@અમદાવાદ: રોગચાળા સામે મનપાનો સપાટો, શાળા-કોલેજને તાળાં માર્યા

સમગ્ર મામલે હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકી જણાવ્યુ હતું, ‘કે આજરોજ શાળા-કૉલેજ અને શૈક્ષણીક સંસ્થામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન કુલ 747 શાળા કૉલેજ ચેક કરી, 81 નોટિસ, 9 શાળા કૉલેજને સીલ કરેલ છે. તેમજ કુલ રૂપિયા 1,57,000નો વહિવટી ચાર્જ વસૂલ કર્યો છે.’

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અમદાવાદમાં ચોમાસા બાદ હજુ પણ મચ્છજન્ય રોગાચાળો બેકાબુ બન્યો છે. જેને ડામવા માટે એએમસી તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યુ છે, ત્યારે આગ લાગ્યા બાદ કુવો ખોદવા માટે એએમસી આરોગ્ય તંત્ર કામે લાગ્યુ છે.

સીલ કરાયેલ શાળા-કૉલેજ

  • સોહમ નર્સિગ સ્કૂલ-ઠક્કરનગર
  • હિન્દી પ્રતાપ સ્કૂલ- ઘાટલોડિયા
  • નિર્માણ સ્કૂલ-બોડકેદવ
  • મહારાજ અગ્રેશન સ્કૂલ- ઓઢવ
  • દુન સ્કૂલ-વસ્રાલ
  • યુરો કીડસ-જોધપુર
  • વેજલપુર ઇગ્લીશ-ગુજરાતી શાળા
  • અમન સ્કૂલ-બહેરામપુરા
  • એલ એનસી મહેતા આર્ટસ કૉલેજ- જમાલપુર
    મહત્વનું છે કે,તપાસમાં શાળા કૉલેજોમાંથી મચ્છરોના ઘાતક બ્રિડીંગ સેન્ટરો મળી આવ્યા હતા. ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.