કાર્યવાહી@અમદાવાદ: લોકડાઉનમાં ઓટલા પરીષદ કરનાર મહિલાઓ સામે ગુનો

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના વસ્ત્રાપુરમાં શકમ્બા ટાવરના પાર્કિંગમાં એકઠી થઈને ગપ્પા મારતી 8 મહિલાઓની સામે વસ્ત્રાપુર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે ગુરૂકુળ રોડ પર આવેલા શકમ્બા ટાવરના પાર્કિંગમાં કેટલીક મહિલાઓ ભેગી થઈ છે જેને આધારે પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં પાર્કિંગમાં
 
કાર્યવાહી@અમદાવાદ: લોકડાઉનમાં ઓટલા પરીષદ કરનાર મહિલાઓ સામે ગુનો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના વસ્ત્રાપુરમાં શકમ્બા ટાવરના પાર્કિંગમાં એકઠી થઈને ગપ્પા મારતી 8 મહિલાઓની સામે વસ્ત્રાપુર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે ગુરૂકુળ રોડ પર આવેલા શકમ્બા ટાવરના પાર્કિંગમાં કેટલીક મહિલાઓ ભેગી થઈ છે જેને આધારે પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં પાર્કિંગમાં આઠ મહિલાઓ બેઠેલી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના ફેલાવાને કારણે એકથી વધુ માણસો એકઠા થવા પર પોલીસે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં આ મહિલાઓ એકઠી થતા પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ અહીં રહેતી આઠ મહિલાઓ સામે ગુનો નોંધીને તેમની વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.