કાર્યવાહી@અમદાવાદ: સમભાવ હાઉસ સહિત 24થી વધુ સ્થળે આઇટી વિભાગની રેઇડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા આજે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના 6 લેન્ડ ડીલરો ITની હાથે ચઢ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના 6 લેન્ડ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા અને કે.મહેતા ગ્રુપને ત્યાં ઓપરેશન હાથ ધરાયું હોવાના સમાચાર સામે આવી
 
કાર્યવાહી@અમદાવાદ: સમભાવ હાઉસ સહિત 24થી વધુ સ્થળે આઇટી વિભાગની રેઇડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા આજે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના 6 લેન્ડ ડીલરો ITની હાથે ચઢ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના 6 લેન્ડ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા અને કે.મહેતા ગ્રુપને ત્યાં ઓપરેશન હાથ ધરાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, અમદાવાદના શહેરમાં 24થી વધુ સ્થળે દરોડાની કામગીરી ચાલી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરમાં બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યાં છે. જેમાં અનેક બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર IT વિભાગ ત્રાટક્યું છે. મોટા પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાને લઈને વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે આવકવેરા વિભાગ દ્વારા જે મેગા ઓપરેશન હાથ ધરાયું છે, તેમાં યોગેશ પુજારાને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. યોગેશ પુજારા વિશે મળતી માહિતી પ્રમાણે તેઓ નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ છે.