કાર્યવાહી@અમદાવાદ: સામુહિક બળાત્કારનો અંતિમ આરોપી ઝડપાતાં ગુનાનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપી 4 નરાધમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસની તપાસ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી જયમીન પટેલને પણ ઝડપી પાડ્યો છે. યુવતીને વિશ્વાષમાં લઈ ડ્રગ્સનો નશો કરાવી અમદાવાદ, ઉદેપુર, બોપલ,આબુ, માંડવી, ગાંધીધામ જગ્યાએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસના અન્ય આરોપી અગાઉ ઝડપાઈ ગયા હતા.
 
કાર્યવાહી@અમદાવાદ: સામુહિક બળાત્કારનો અંતિમ આરોપી ઝડપાતાં ગુનાનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપી 4 નરાધમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસની તપાસ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી જયમીન પટેલને પણ ઝડપી પાડ્યો છે. યુવતીને વિશ્વાષમાં લઈ ડ્રગ્સનો નશો કરાવી અમદાવાદ, ઉદેપુર, બોપલ,આબુ, માંડવી, ગાંધીધામ જગ્યાએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસના અન્ય આરોપી અગાઉ ઝડપાઈ ગયા હતા. પરંતુ એક આરોપી નાશતો ફરતો હતો તેની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં 3 નવેમ્બર ના રોજ સામુહિક બળાત્કારનો કેસ નોંધાયો હતો. જેમાં રાજકોટની એક યુવતીને આરોપીઓએ નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓ યુવતીને અલગ અલગ વિસ્તારો જેવા કે અમદાવાદ, આબુ, બોપલ, ઉદેપુર, માંડવી, ગાંધીધામમાં લઈ ગયા હતા. જ્યા યુવતીને દારૂ તેમજ ડ્રગ્સ આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી સોલાનો પ્રજ્ઞેશ પટેલ તેની પત્નિ નિલમ, વાસણાનો જીતેન્દ્રપુરી ગોસ્વામી, ઈસનપુરનો માલદેવ ભરવાડ તથા જયમીન પટેલ સામેલ હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પરંતુ જયમિન પટેલ નામનો આરોપી 3 મહિનાથી નાશતો ફરતો હતો. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરેલીનાં મોટા ભંડારીયા ગામમાંથી ઝડપી પાડ્યો છે. આ ગુનાનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હતી. સામુહિક બળાત્કારનો અંતિમ આરોપી ઝડપાઈ જતાં ગુનાનો ભેદ ઉકેલાયો છે.