કાર્યવાહી@અંબાજી: 3 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કોટડા ગેંગના 2ને દબોચ્યાં

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે અંબાજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન 3 મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીને દબોચ્યાં છે. અંબાજી પોલીસ સ્ટાફે વાહન ચેકિંગ દરમ્યાન કામાક્ષી મંદીર ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે લોકોને ઝડપી પુછપરછ કરી હતી. જેમાં તેમણે 3 મોટર સાયકલની ચોરી કરી હોવાનું કબુલતાં તેમની અટકાયત કરી
 
કાર્યવાહી@અંબાજી: 3 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કોટડા ગેંગના 2ને દબોચ્યાં

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે અંબાજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન 3 મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીને દબોચ્યાં છે. અંબાજી પોલીસ સ્ટાફે વાહન ચેકિંગ દરમ્યાન કામાક્ષી મંદીર ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે લોકોને ઝડપી પુછપરછ કરી હતી. જેમાં તેમણે 3 મોટર સાયકલની ચોરી કરી હોવાનું કબુલતાં તેમની અટકાયત કરી ત્રણેય મોટર સાયકલ કબજે કરાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં પોલીસે ચોરના 3 મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે જિલ્લામાં વધતા જતાં વાહન ચોરીઓના ગુનાઓ અટકાવવા સારૂ તેમજ શોધી કાઢવા સારૂ સૂચના કરેલ હોઈ તેમજ એ.એસપી સુશીલ અગ્રવાલ પાલનપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટરના સુપરવિઝન હેઠળ પો.સબ.ઇન્સ જી.આર ઠાકોર સહિતનો સ્ટાફ વાહનચેકિંગમાં હતો.

આ દરમ્યાન કામાક્ષી મંદીર ત્રણ રસ્તા પાસેથી કાળુભાઇ મોહનભાઇ અંગારી તથા નીરમાભાઇ કાળુભાઇ ડાભી બંને રહે-જોગીવર તા-કોટડા જી.ઉદેપુર(રાજસ્થાન)વાળા બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની સઘન પુછપરછ કરી હતી. જેમાં બંન્ને આરોપીઓએ ત્રણ મોટર સાયકલોની ચોરી કરેલાનું કબુલાત કરતા મોટર સાયકલ કિ.રૂ.65,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.