કાર્યવાહી@અમીરગઢ: SOGએ દેશી હાથ બનાવટની બંદૂક સાથે 1 ઇસમને દબોચ્યો

અટલ સમાચાર, પાલનપુર (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા SOGએ અમીરગઢ પંથકમાંથી દેશી હાથ બનાવટની એક નાળી બંદૂક ઝડપી પાડી છે. અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિગ દરમ્યાન SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, તાલુકાના ગામે એક વ્યક્તિ ગેરકાયદેસરની વગર પરવાનાની બંદૂક રાખે છે. જે આધારે પંચો સાથે રાખી રેડ કરી ઇસમને પરવાના વિનાની બંદૂક સાથે
 
કાર્યવાહી@અમીરગઢ: SOGએ દેશી હાથ બનાવટની બંદૂક સાથે 1 ઇસમને દબોચ્યો

અટલ સમાચાર, પાલનપુર (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા SOGએ અમીરગઢ પંથકમાંથી દેશી હાથ બનાવટની એક નાળી બંદૂક ઝડપી પાડી છે. અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિગ દરમ્યાન SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, તાલુકાના ગામે એક વ્યક્તિ ગેરકાયદેસરની વગર પરવાનાની બંદૂક રાખે છે. જે આધારે પંચો સાથે રાખી રેડ કરી ઇસમને પરવાના વિનાની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. SOG પોલીસે અમીરગઢ તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા પોલીસવડા તરૂણકુમાર દુગ્ગલની ગેરકાયદેસર હથિયાર પકડવાની સુચના મુજબ SOGની ટીમ ગુનાખોરી અટકાવવા અને કાયદો વ્યવસ્થા લગત પેટ્રોલિંગમાં હતી. SOGના I/C P.I મહાવિરસિંહ.કે.ઝાલા, ASI સાયબાભાઈ, H.C. ઞીરીશભારથી, દિલીપભાઈ, P.C. હસમુખદાન, અરજણભાઈ, પરસોતમભાઈ, દલપતસિંહ, નરભેરામ તથા ડ્રા.P.C. બેચરભાઈ વિ.સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન આ.પો.કો. હસમુખદાનને મળેલી ચોક્કસ બાતમી આધારે અમીરગઢના ઢોલીયા ગામેના ઇંટોના ભઠ્ઠા પાસે ખેતરમાં કાચા મકાનમાં રહેતાં સાબુભાઇ તેજાભાઇ ડાભી(આદિવાસી)ને ગેરકાયદેસર વગર પરવાનાની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે જીલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ અટકાવવા પોલીસ પણ સક્રિય બની છે. આ તરફ ગઇકાલે SOG પોલીસની ટીમે ગેરકાયદેસરની રીતે વગર પરવાનાની ઉપર ભરવાની દેશી હાથ બનાવટની એકનાળી બંદૂક કિ.રૂ.4500ની ઝડપી પાડી છે. આ સાથે SOGએ અમીરગઢ પોલીસ મથકે આરોપી સામે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. જેથી પોલીસે હથિયારધારોની કલમ 25(1-b)(a) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.