કાર્યવાહી@અરવલ્લી: 4 ટેક્ષ અધિકાર વિરુદ્ધ ગુનો દાખલ, ગેરકાયદે ઊઘરાણી કરતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા અરવલ્લી જિલ્લા એસીબી પોલીસે ચોંકાવનારી અને જવલ્લે જ થતી કાર્યવાહી કરી મોટો ઘટસ્ફોટ આપ્યો છે. રાજ્ય વાણિજ્ય વિભાગના જીએસટી હેઠળના કેટલાક કર્મચારી ગેરકાયદેસર ઉઘરાણી કરતાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે અચાનક રેડ કરી કુલ 4 કર્મચારીઓને 6 લાખથી વધુની રોકડ રકમ સાથે પકડ્યા હતા. આ પછી એબીસી હેઠળ ગુનો
 
કાર્યવાહી@અરવલ્લી: 4 ટેક્ષ અધિકાર વિરુદ્ધ ગુનો દાખલ, ગેરકાયદે ઊઘરાણી કરતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

અરવલ્લી જિલ્લા એસીબી પોલીસે ચોંકાવનારી અને જવલ્લે જ થતી કાર્યવાહી કરી મોટો ઘટસ્ફોટ આપ્યો છે. રાજ્ય વાણિજ્ય વિભાગના જીએસટી હેઠળના કેટલાક કર્મચારી ગેરકાયદેસર ઉઘરાણી કરતાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે અચાનક રેડ કરી કુલ 4 કર્મચારીઓને 6 લાખથી વધુની રોકડ રકમ સાથે પકડ્યા હતા. આ પછી એબીસી હેઠળ ગુનો દાખલ કરી ચારેય કર્મચારીનો કોરોના ટેસ્ટ કરાવી અટકાયત કરી લેવામાં આવી છે. હવે કોર્ટમાં રજૂ કરી અરવલ્લી એસીબી પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટી કર્મચારીઓ હાઇવે પર ખટારા ઉભા રાખી કથિત તોડ કરતા હોવાની પ્રાથમિક સ્પષ્ટતા બાદ સમગ્ર ઉત્તર ગુજરાત વેપારી અને અધિકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત દિવસે અરવલ્લી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી ચોંકાવી દીધા હતા. જીએસટીના અધિકારી/ કર્મચારીઓની દરરોજ બપોરના 12 વાગે ફરજની શીફ્ટ બદલાય છે. આ અધિકારી/ કર્મચારીઓ તેમની ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવતા હોવાની બાતમી મળી હતી. જેમાં ઉતરતી શીફ્ટના અધિકારી/ કર્મચારીઓ ગેરકાયદેસર રીતે મેળવેલ રકમ લઇ વાદળી રંગની અર્ટીકા કારમાં રંગપુર પાસે આવ્યા હતા. જીએસટીની ગાડી ચેકપોસ્ટથી નીકળી ગાંધીનગર/ અમદાવાદ તરફ જતી હોઈ એસીબી સ્ટાફ તથા બે સરકારી પંચોને સાથે રાખી આખી ટીમ પહોંચી હતી. શામળાજીથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે પર કાર તપાસતાં થેલામાંથી કુલ રૂ. 6,51,000 મળી આવતાં હડકંપ મચી ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એસીબી પોલીસે આ રકમ ક્યાંથી લાવ્યા તેમજ આ રૂપિયા કાયદેસરના હોવા બાબતે પુછતાં ચારેય કર્મચારીઓ કોઇ સંતોષકારક ખુલાસો કરી શક્યા નહોતા. મહેન્દ્ર પ્રજાપતિ, વિશ્વાનંદ જાદવ, હાર્દિક લાબા અને રોહિત ત્રિવેદી સહિત ચારેય કર્મચારીઓ સરકારી ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરીને મેળવેલી રોકડ રકમ સાથે ઝડપાઈ ગયા હતા. આ બાબત પ્રાથમિક દ્રષ્ટીએ જણાતાં અરવલ્લી એ.સી.બી. પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી દીધો છે. જેમાં ચારેય કર્મચારીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તાત્કાલિક અસરથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.