આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં અફીણ-પોષડોડા અને ગાંજા લગત 4 અલગ-અલગ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છાપરી ચેકપોસ્ટ પરથી પોષડોડાનો જથ્થો, ખોડા ચેકપોસ્ટ પરથી અફીણનો જથ્થો, ડીસા તાલુકાના ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર અને દાંતા તાલુકાના ગામે ખેતરમાંથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયુ છે. અલગ-અલગ પોલીસે કુલ 4 કાર્યવાહીમાં કુલ કિ.રૂ.12,51,210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે કુલ 5 ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસા તાલુકાના ગામેથી ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

ડીસા રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે આજે સવારે ડીસા તાલુકાના ઢુવા ગામની સીમમાં રેઇડ કરી હતી. જ્યાં લાડજીજી કાળુજી ઠાકોરે પોતાના ખેતરમાં માદક પદાર્થ ગાંજાના છોડવાઓનું ગેરકાયદેસર વાવેતર કર્યુ હતુ. જેથી પોલીસે તાત્કાલિક ગાંજાના છોડ નંગ-53 કિ.રૂ.1,24,400 સહિત ઇસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે ઇસમ વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 20(a), 20(b)(ii)B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંબાજીની છાપરી ચેકપોસ્ટ પરથી ટ્રકમાંથી પોષડોડાનો જથ્થો મળ્યો

અંબાજી પોલીસની ટીમ વાહનચેકિંગમાં હોઇ છાપરી ચેકપોસ્ટ પર ટ્રકને રોકાવી હતી. જેમાં તલાશી લેતાં પ્લાસ્ટીકના ઝભલામાં પોષડોડા જેવો માદક પદાર્થ પાવડર(ભુકી) કિ.રૂ.2010નો જથ્થો ઝડપાયો હતો. આ તરફ હરદિપસિંગ શીખ અને હરીહરસિંગ જાટને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે તેમની પાસેથી પોષડોડા જેવો માદક પદાર્થ, મોબાઇલ નંગ-2 કિ.રૂ.7,000, ટ્રકની કિ.રૂ.10,00,000 મળી કુલ કિ.રૂ.10,090,10નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે તેમની સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 15(a), 29 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી અફીણ ઝડપાયું

થરાદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે ખોડા ચેકપોસ્ટ ખાતે ઇકોમાંથી અફીણના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલ બાતમી આધારે ખોડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવાઇ હતી. જે બાદમાં બાતમીવાળી ઇકો આવતાં તેને રોકી અંદરથી સવાઇસિંહ જવસિંહ રાજપુત નામના ઇસમ પાસેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે માદક પદાર્થ અફીણનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે અફીણ કિ.રૂ.2300, મોબાઇલ કિ.રૂ.3000 મળી કુલ કિ.રૂ. 5600નો મુદ્દામાલ જપ્ત કરી ઇસમ વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 17(a) મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાંતા તાલુકાના ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયુ

દાંતા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ તાલુકાના થાણા ગામે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર હોવાની બાતમી મળી હતી. જેથી તપાસ કરતાં ગામની સીમમાં આવેલ જય દોતાળીયા વિર મહારાજના મંદીરમાં પુજા કરતાં નિરંજનદાસ મહારાજે પોતાના ખેતરમાં લીલા ગાંજાના છોડવાઓનું વાવેતર કર્યાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે તાત્કાલિક માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-66 કિ.રૂ.80,000, ડાળી-ડાળખા અને પાંદડાનો ભુક્કા વાળો ગાંજાનો જથ્થો કિ.રૂ.26,700, મોબાઇલ મળી કુલ કિ.રૂ.1,12,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે મહારાજ વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગસ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 20(a), 20(B)iiC મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code