કાર્યવાહી@બનાસકાંઠા: તત્કાલીન PSI સામે ગુનો દાખલ, લાંચની રકમ પાછી આપતાં ટ્રેપમાં ટર્નિંગ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોના મહામારી વચ્ચે આજે ACBએ બનાસકાંઠા SOGના તત્કાલિન PSI વિરૂધ્ધ લાંચ માંગણીનો ગુનો દાખલ કર્યો છે. ગત દિવસોએ SOGએ કાણોદર નજીકથી ઓઇલ ચોરી ઝડપ્યા બાદ સ્થાનિક હોટલના સંચાલકને તપાસ માટે બોલાવ્યો હતો. જે બાદમાં ઓઇલચોરીના કેસમાં જેલથી બચાવા SOGના તત્કાલિન PSIએ રૂ.1,50,000ની લાંચ માંગતા ફરીયાદીએ ACBને જાણ કરતાં તા.21-07-2020ના રોજ બનાસકાંઠા
 
કાર્યવાહી@બનાસકાંઠા: તત્કાલીન PSI સામે ગુનો દાખલ, લાંચની રકમ પાછી આપતાં ટ્રેપમાં ટર્નિંગ

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોના મહામારી વચ્ચે આજે ACBએ બનાસકાંઠા SOGના તત્કાલિન PSI વિરૂધ્ધ લાંચ માંગણીનો ગુનો દાખલ કર્યો છે. ગત દિવસોએ SOGએ કાણોદર નજીકથી ઓઇલ ચોરી ઝડપ્યા બાદ સ્થાનિક હોટલના સંચાલકને તપાસ માટે બોલાવ્યો હતો. જે બાદમાં ઓઇલચોરીના કેસમાં જેલથી બચાવા SOGના તત્કાલિન PSIએ રૂ.1,50,000ની લાંચ માંગતા ફરીયાદીએ ACBને જાણ કરતાં તા.21-07-2020ના રોજ બનાસકાંઠા ACBએ છટકું ગોઠવ્યું હતુ. જોકે આ દરમ્યાન PSIએ લાંચના પૈસા નહીં સ્વિકારતાં ટ્રેપ નિષ્ફળ થઇ હતી. આ તરફ ACBની તપાસ વચ્ચે PSIએ લાંચની રકમ પાછી આપતાં ટ્રેપમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. આ સાથે તપાસ દરમ્યાન PSI વિરૂધ્ધ લાંચ માંગણીના પુરાવા મળતાં ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા ACBએ SOGના તત્કાલિન PSI નયનસિંહ.એન.પરમાર વિરૂધ્ધ લાંચ માંગણીનો ગુનો દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની વિગત જોઇએ તો ગત દિવસોએ SOGએ કાણોદર નજીકની હોટલ પાછળથી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની SMPL પાઇપલાઇનમાં પંકચર કરી ઓઇલ ચોરી થતી હોવાનો ગુનો દાખલ કર્યો હતો. આ દરમ્યાન ફરીયાદીના મિત્ર કાણોદરની હોટલ ભાડાથી ચલાવતાં હોઇ SOGએ તપાસમાં બોલાવ્યા હતા. જ્યાં SOGના PSI એન.એન.પરમારે કહેલ કે, આ કેસમાં જેલમાં ના જવુ હોય તો રૂ.3 લાખ આપવા પડશે. જેથી રકઝકને અંતે રૂ.1,50,000 નક્કી થયા બાદ પ્રથમ 75,000 જે તે સમયે PSIએ સ્વિકાર્યા હતા.

કાર્યવાહી@બનાસકાંઠા: તત્કાલીન PSI સામે ગુનો દાખલ, લાંચની રકમ પાછી આપતાં ટ્રેપમાં ટર્નિંગ

આ દરમ્યાન બાકીના 75,000 બે ત્રણ દિવસમાં આવી જવાનુ નક્કી થયુ હતુ. જોકે PSI નયનસિંહ.એન.પરમારે બે-ત્રણ દિવસ સુધી ફોન કરી બાકીના પૈસા આપી જવા માંગણી કરતાં ફરીયાદીએ તેનું મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરી લીધુ હતુ. જે બાદમાં ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ તેમને બનાસકાંઠા ACBનો સંપર્ક કરતાં PI નિલેશભાઇ ચૌધરીની ટીમે SOG ઓફીસમાં તા.21-07-2020ના રોજ ટ્રેપ ગોઠવી હતી. જોકે કોઇ કારણસર PSIએ લાંચ નહીં સ્વિકારતાં ટ્રેપ નિષ્ફળ ગઇ હતી. જોકે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરી અમદાવાદથી તા.27-08-2020થી પ્રાથમિક તપાસનો હુકમ થતાં PSIએ લાંચ માંગી હોવાના પુરાવા મળ્યા હતા. જેમાં PSIએ લાંચની માંગણીના પૈસા પરત કરતાં મજબૂત પુરાવો મળ્યો હતો. જેને લઇ આજે સરકાર તરફે એન.એ.ચૌધરી ACB PI બનાસકાંઠાએ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ PSI એન.એન.પરમાર(ઇ.પો.ઇન્સ) SOG, પાલનપુર હાલ-નોકરી દાહોદ જીલ્લાના વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. જે મામલે હવે પછીની વધુ તપાસ પાટણ ACBના પોલીસ ઇન્સપેક્ટર જે.પી.સોલંકી ચલાવી રહ્યા છે.

ACBની શંકા જતાં ટ્રેપ નિષ્ફળ તો સામે PSI લાંચના પૈસા પરત કર્યા

બનાનસકાંઠા ACBના અંગત સુત્રોથી મળતી માહિતી પ્રમાણે, SOGના PSI એન.એન.પરમારની ACBના છટકાંની શંકા જતાં જે તે વખતે લાંચની રકમ સ્વિકારેલ ન હતી. આ તરફ આ તરફ ACBની તપાસ વચ્ચે PSIએ લાંચના અગાઉ સ્વિકારેલ 75,000 રૂપિયામાંથી પણ 70,000 પરત ફરીયાદીને આપ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. આ તરફ તેમના વિરૂધ્ધ લાંચ માંગણીના દસ્તાવેજી, સાઇન્ટીફીક અને ફોરેન્સિક પુરાવાઓ મળતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.