કાર્યવાહી@બનાસકાંઠા: ભૂસ્તર વિભાગ દ્રારા ખનીજ ચોરી કરતાં 4 ડમ્પરો સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગઇકાલે મધરાત્રે અને આજે વહેલી સવારે અલગ-અલગ વિસ્તારોમાં ખનીજ ચોરી કરતાં ચાર ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે. વિગતો મુજબ ભૂસ્તર તંત્ર દ્રારા અંદાજીત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે રૂ.11.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
 
કાર્યવાહી@બનાસકાંઠા: ભૂસ્તર વિભાગ દ્રારા ખનીજ ચોરી કરતાં 4 ડમ્પરો સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગઇકાલે મધરાત્રે અને આજે વહેલી સવારે અલગ-અલગ વિસ્તારોમાં ખનીજ ચોરી કરતાં ચાર ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે. વિગતો મુજબ ભૂસ્તર તંત્ર દ્રારા અંદાજીત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે રૂ.11.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા મોડી રાત્રે અને વહેલી સવારે રેઇડ કરી મોટી કાર્યવાહી કરી છે. ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ટીમ મોડી રાત્રે મોટા જામપુર ગામે પહોંચી તપાસ હાથ ધરતા રેતી ભરેલા 3 ડમ્પર મળી આવેલા જે ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ બાબતે પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ મળ્યો નહોતો. રોયલ્ટી પાસ ન મળતાં 3 ડમ્પરો કબજે કરી થરા પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે ફરી ચેકિંગ હાથ ધરતા આખોલા ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલા 1 રેતી ભરેલા ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા નહોતો મળ્યો. જેથી ડમ્પરને કબ્જે લઈ ડીસા તાલુકા પોલીસ મથકે મૂકવામાં આવ્યુ હતું.