કાર્યવાહી@ભાભર: પ્રાથમિક શાળામાંથી ટીવી સહિતની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અટલ સમાચાર,ભાભર કોરોના મહામારી વચ્ચે ગત સોમવારે ભાભર તાલુકાના ગામની પ્રાથમિક શાળામાંથી ચોરી કરનારો આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. સોમવારે શાળાના આચાર્યએ અજાણ્યા ઇસમ સામે શાળામાંથી ટીવી, પ્રોજેક્ટર, એમ્પ્લીફાયર, સ્પીકર સહિત કુલ કિ.રૂ. 59,000ની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. જે આધારે ભાભર પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાની તલાશી લેતાં આરોપી ગામનો જ હોવાનું ખુલ્યુ હતુ. જેથી ભાભર
 
કાર્યવાહી@ભાભર: પ્રાથમિક શાળામાંથી ટીવી સહિતની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અટલ સમાચાર,ભાભર

કોરોના મહામારી વચ્ચે ગત સોમવારે ભાભર તાલુકાના ગામની પ્રાથમિક શાળામાંથી ચોરી કરનારો આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. સોમવારે શાળાના આચાર્યએ અજાણ્યા ઇસમ સામે શાળામાંથી ટીવી, પ્રોજેક્ટર, એમ્પ્લીફાયર, સ્પીકર સહિત કુલ કિ.રૂ. 59,000ની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. જે આધારે ભાભર પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાની તલાશી લેતાં આરોપી ગામનો જ હોવાનું ખુલ્યુ હતુ. જેથી ભાભર પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના જાસનવાડા પ્રાથમિક શાળામાંથી ગત સોમવારે ચોરી થઇ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. જેમાં શાળાના આચાર્ય અમૃતભાઇ પરમારે અજાણ્યા સામે શાળામાં ગેરકાયદેસર પ્રવેશી ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ કોમ્પ્યુટર રૂમનું તાળું તોડી એલસીડી ટી.વી. નંગ-1 કિ.રૂ.15,000, પ્રોજેક્ટર નંગ-1 કિ.રૂ.25,000, રીસીવર કિ.રૂ.1000, એમ્પ્લિફાયર કિ.રૂ.10,000, મોટા સ્પિકર નંગ-2 કિ.રૂ.8000 મળી કુલ કિ.રૂ.59,900ની ચોરી થઇ હોવાનું લખાવ્યુ હતુ. જેથી પોલીસે અજાણ્યા ઇસમ સામે આઇપીસીની કલમ 454, 457, 380, 427 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભાભર પોલીસે જાસનવાડા શાળામાં થયેલી ચોરી મામલે આરોપીની અટકાયત કરી છે. ફરીયાદ નોંધાતા પોલીસે શાળા તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ કરી હતી. આ તરફ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ જાસનવાડા જુના ગામના જ આરોપી માનસુંગભાઇ મોહનભાઇ પરમારને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.