કાર્યવાહી@ભાભર: પેટ્રોલિંગ દરમ્યાન કારમાંથી દારૂ સહિત 5 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર,ભાભર કોરોનાકાળમાં ભાભર પોલીસે ગતરાત્રે પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ગઇકાલે રાત્રે ભાભર-રાધનપુર હાઇવે પર પેટ્રોલિંગ દરમ્યાન ઇનોવા આવતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે કાર ભગાવી મુકતાં પોલીસે પણ ફિલ્મી ઢબે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. જોકે આ દરમ્યાન કારચાલક ઇસમ ફરાર થઇ જતાં પોલીસે કારમાંથી
 
કાર્યવાહી@ભાભર: પેટ્રોલિંગ દરમ્યાન કારમાંથી દારૂ સહિત 5 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અટલ સમાચાર,ભાભર

કોરોનાકાળમાં ભાભર પોલીસે ગતરાત્રે પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ગઇકાલે રાત્રે ભાભર-રાધનપુર હાઇવે પર પેટ્રોલિંગ દરમ્યાન ઇનોવા આવતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે કાર ભગાવી મુકતાં પોલીસે પણ ફિલ્મી ઢબે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. જોકે આ દરમ્યાન કારચાલક ઇસમ ફરાર થઇ જતાં પોલીસે કારમાંથી 1.91 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની ભાભર પોલીસે ગઇકાલે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન 1.91 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ભાભર પોલીસ મથકનો સ્ટાફ ભાભર-રાધનપુર હાઇવે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક ઇનોવા કાર પુરઝડપે આવતી હોઇ તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર દોડાવી મુકતાં પોલીસને શંકા જતાં ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો. આ દરમ્યાન પોલીસે ગોસણ ગામના ચાર રસ્તા પાસે પહોંચતા ઇનોવાને ઓવરટેક કરી ઉભી રખાવતાં ચાલક ખેતરોમાં થઇ ફરાર થઇ ગયો હતો.

કાર્યવાહી@ભાભર: પેટ્રોલિંગ દરમ્યાન કારમાંથી દારૂ સહિત 5 લાખનો મુદ્દામાલ ઝડપાયો

આ દરમ્યાન પોલીસે ખેતરોમાં શોધખોળ કરતાં ચાલક ફરાર થયો હોવાનું સામે આવ્યુ હતુ. આથી પોલીસે નજીકથી પંચો બોલાવી અંધારાનો સમય હોઇ પોલીસ સ્ટેશનમાં કાર લાવી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-1043 બિયર ટીન નંગ-48 મળી કુલ કિ.રૂ.1,09,100 નો દારૂ અને ઇનોવા કારની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.5,09,100નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ફરાર ઇસમ સામે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.