કાર્યવાહી@ભાભર: રહેણાંક મકાનના શેડમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 ફરાર ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર (યોગેશ જોષી) કોરોના મહામારી વચ્ચે ભાભર પોલીસે રહેણાંક મકાનના વરંડામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ ભાભર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, ઇસમોએ રહેણાંક મકાનના વરંડામાં વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેઇડ કરી હતી. જ્યાં ઇસમો પોલીસને
 
કાર્યવાહી@ભાભર: રહેણાંક મકાનના શેડમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 ફરાર ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર (યોગેશ જોષી)

કોરોના મહામારી વચ્ચે ભાભર પોલીસે રહેણાંક મકાનના વરંડામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ ભાભર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, ઇસમોએ રહેણાંક મકાનના વરંડામાં વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેઇડ કરી હતી. જ્યાં ઇસમો પોલીસને જોઇ નાસી છુટ્યા હોઇ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં પ્રોહીબીશન લગત કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. જે અનુસંધાને ભાભર PSI હરેશભાઇ જોષી સહિતની ટીમ ટાઉનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમીમળી હતી કે, ભાભર જૂના વિજયનગર સોસાયટીમાં રહેતો પ્રવિણસિંહ રાઠોડ પોતાના સાગરીત દેવેન્દ્રસિંહ રાઠોડ સાથે મળી પોતાના ઘરે વરંડાના ભાગમાં બનાવેલ સેડમાં વિદેશી દારૂનો વેપાર કરે છે. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ રેઇડ કરી હતી. જોકે એક ઇસમ સ્થળ પર હાજર ન હતો અને એક ઇસમ પોલીસને જોઇ નાસી છુટ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાભર PSI હરેશભાઇ જોષીની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિગતો મુજબ પોલીસે રહેણાંક મકાનના વરંડામાં બનાવેલ સેડમાં જમીનમાં દાટેલ પ્લાસ્ટીકના પીપ તથા માટલા નંગ-2માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મી.લી.ની કુલ બોટલ નંગ-139 કુલ કી.રૂ.13,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ બંને ફરાર ઇસમો વિરૂધ્ધ પ્રોહી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.