કાર્યવાહી@ભિલોડા: ઘરમાંથી 1.06 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા તાલુકાના ગામેથી LCBની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અરવલ્લી LCBની ટીમ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી ગામમાં રેઇડ કરી હતી. જ્યાં આરોપીના ઘરેથી વિદેશી દારૂની છુટ્ટી બોટલો અને પેટીઓ ઝડપી પાડી હતી. જોકે રેઇડ દરમ્યાન આરોપી ઇસમો ઘરે હાજર ન હોઇ તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.
 
કાર્યવાહી@ભિલોડા: ઘરમાંથી 1.06 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા તાલુકાના ગામેથી LCBની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અરવલ્લી LCBની ટીમ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી ગામમાં રેઇડ કરી હતી. જ્યાં આરોપીના ઘરેથી વિદેશી દારૂની છુટ્ટી બોટલો અને પેટીઓ ઝડપી પાડી હતી. જોકે રેઇડ દરમ્યાન આરોપી ઇસમો ઘરે હાજર ન હોઇ તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. LCB સ્થળ પરથી કુલ 1.06 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બંને ઇસમ સામે ભિલોડા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI સી.પી.વાઘેલાની ટીમ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, નાની ડોડીસરા ગામે રાકેશ ઉર્ફે કાળીયો ડુંડવાળાએ ચીમન ઉર્ફે હેમંત ડામોરના ઘરે વિદેશી દારૂ સંતાડી રાખેલ છે. જેથી તાત્કાલિક રેઇડ કરી LCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે રેઇડ દરમ્યાન બંનેમાંથી એકપણ ઇસમ સ્થળ પર હાજર ન હોઇ બંનેને વોન્ટેડ જાહેર કરાયા છે.

કાર્યવાહી@ભિલોડા: ઘરમાંથી 1.06 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લીમાં દારૂકાંડ બાદ ફરી એકવાર LCB સક્રીય થતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. LCB PI વાઘેલાના વડપણ હેઠળ ભિલોડા તાલુકાના ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. LCBએ સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કુલ નંગ-827 કિ.રૂ.1,06,250નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બંને ઇસમ સામે ભિલોડા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116-B, 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.