કાર્યવાહી@ભિલોડા: કારના ગુપ્તખાનામાંથી દારૂ સાથે 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત, ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ઇકો કારમાં બનાવેલાં ગુપ્તખાનામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પ્રોહી પેટ્રોલિંગો લગત ભિલોડા પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમ્યાન એક શંકાસ્પદ ઇકો કારના ચાલકે પોલીસને જોઇ કાર પાછી વાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર નહીં વળતાં ચાલક અને અન્ય એક ઇસમ ઝાડીઓમાં
 
કાર્યવાહી@ભિલોડા: કારના ગુપ્તખાનામાંથી દારૂ સાથે 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત, ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ઇકો કારમાં બનાવેલાં ગુપ્તખાનામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પ્રોહી પેટ્રોલિંગો લગત ભિલોડા પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમ્યાન એક શંકાસ્પદ ઇકો કારના ચાલકે પોલીસને જોઇ કાર પાછી વાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર નહીં વળતાં ચાલક અને અન્ય એક ઇસમ ઝાડીઓમાં થઇ નાસી છુટ્યાં હતા. જે બાદમાં પોલીસે તપાસ કરતાં કારના પાછળના ભાગે અને વચ્ચેની સીટોમાં બનાવેલાં ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ તરફ પોલીસે કારમાંથી દારૂ સહિત કુલ 3.29 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને ભિલોડા પીઆઇ એમ.જી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પ્રોહી પેટ્રોલિંગમાં હતી. આ દરમયન સીલાદ્રી ગામ તરફ વાહનચેકિંગ દરમ્યાન ટાકાટુકા ગામની સીમમાં ઇકો કાર પોલીસને જોઇ પાછી વળવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે કાર પાછી નહીં વળતાં ઇસમો કાર મુકી નાસી છુટ્યા હતા. જેથી પોલીસે તપાસ કરતાં કારમાં બનાવેલાં ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

કાર્યવાહી@ભિલોડા: કારના ગુપ્તખાનામાંથી દારૂ સાથે 3.29 લાખનો મુદ્દામાલ જપ્ત, ઇસમો ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બુટલેગરો દારૂ ઘુસાડવા અવનવા કિમીયા અપનાવતાં હોઇ આજે વધુ એક કાર ઝડપાઇ છે. જેમાં ઇસમોએ કારની પાછળના ભાગે એક ગુપ્તખાનુ બનાવી દારૂની બોટલો સંતાડી હતી. આ સાથે વચ્ચેની સીટોમાં પણ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-144 કિ.રૂ.29,232નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે કારની કિ.રૂ.3.00.000 મળી કુલ કિ.રૂ.3,29,232નો મુદ્દામાલ ઝડપી પાડી બે શખ્સો સામે પ્રોહિ એક્ટની કલમ 65(A)(E), 81, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.