કાર્યવાહી@ભિલોડા: મંજૂરી વગર બાયોડિઝલનું વેચાણ, SOG દ્રારા 6.60 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, શામળાજી કોરોના મહામારી વચ્ચે અરવલ્લી SOGની ટીમે બાયોડિઝલ પંપ સામે કાર્યવાહી કરી છે. શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે ઉપરથી મંજુરી વગર બાયો ડિઝલ પ્રવાહીનો જથ્થો કોઇ પણ ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર ને સંબંધિત તંત્રની જરૂરી મંજૂરી વગર વેચાણ કરતા હોવાની બાતમી SOGને મળી હતી. જેને લઇ ભિલોડા મામલતદાર, નાયબ મામલતદાર અને પંચો સાથે SOGની
 
કાર્યવાહી@ભિલોડા: મંજૂરી વગર બાયોડિઝલનું વેચાણ, SOG દ્રારા 6.60 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, શામળાજી

કોરોના મહામારી વચ્ચે અરવલ્લી SOGની ટીમે બાયોડિઝલ પંપ સામે કાર્યવાહી કરી છે. શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે ઉપરથી મંજુરી વગર બાયો ડિઝલ પ્રવાહીનો જથ્થો કોઇ પણ ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર ને સંબંધિત તંત્રની જરૂરી મંજૂરી વગર વેચાણ કરતા હોવાની બાતમી SOGને મળી હતી. જેને લઇ ભિલોડા મામલતદાર, નાયબ મામલતદાર અને પંચો સાથે SOGની ટીમે રેઇડ કરી કાર્યવાહી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@ભિલોડા: મંજૂરી વગર બાયોડિઝલનું વેચાણ, SOG દ્રારા 6.60 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જીલ્લા SOGની ટીમે ભિલોડાના શામળાજી-હિંમતનગર હાઇવે પરના ગડાદર ગામની સીમમાં આવેલા બાયોડિઝલ પંપ સામે કાર્યવાહી કરી છે. SOG PI જે.પી.ભરવાડના વડપણ હેઠળ PC ધમેન્દ્રસિંહ, AHC વિરભદ્રસિંહ, કલ્પેશસિંહ, પ્રવિણભાઇ, APC સિધ્ધરાજસિંહ સહિતનો સ્ટાફ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન SOGની ટીમે રામદેવ બાયો ડિઝલમાં રેઇડ કરી કાર્યવાહી કરતાં ચકચાર મચી ગઇ છે.

કાર્યવાહી@ભિલોડા: મંજૂરી વગર બાયોડિઝલનું વેચાણ, SOG દ્રારા 6.60 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, SOG બાતમી મળતાં કાર્યવાહી દરમ્યાન સરકારની કોઇપણ પૂર્વ મંજૂરી વગર બાયોડિઝલનું વેચાણ કરતાં હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ SOGએ બાયોડિઝલનો જથ્થો આશરે 2,5000 લીટર, કિ.રૂ.1,60,000 ટેન્કરની કિ.રૂ. 5,00,000મળી કુલ 6,60,000નો મુદ્દામાલ કબજે કરી શામળાજી પોલીસ મથકે પંપ સંચાલક સામે ફરીયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે ફરાર પંપ સંચાલક સામે જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમ 3, 7, 11 અને આઇપીસીની કલમ 285 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.