કાર્યવાહી@ડીસા: શ્રાવણમાં જુગારીઓ બેફામ, ત્રણ ઇસમો ઝબ્બે, 3 ફરાર

અટલ સમાચાર, કિશોર નાયક કોરોના મહામારી વચ્ચે આગથળા પોલીસે જુગારધામ પર રેડ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. બાતમી આધારે કરેલી રેડમાં ત્રણ ઇસમો સ્થળ પરથી આબાદ ઝડપાયા તો ત્રણ ઇસમો ફરાર થઇ જતાં પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ તરફ શ્રાવણમાં જુગાર બેફામ બનતાં પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
કાર્યવાહી@ડીસા: શ્રાવણમાં જુગારીઓ બેફામ, ત્રણ ઇસમો ઝબ્બે, 3 ફરાર

અટલ સમાચાર, કિશોર નાયક

કોરોના મહામારી વચ્ચે આગથળા પોલીસે જુગારધામ પર રેડ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. બાતમી આધારે કરેલી રેડમાં ત્રણ ઇસમો સ્થળ પરથી આબાદ ઝડપાયા તો ત્રણ ઇસમો ફરાર થઇ જતાં પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ તરફ શ્રાવણમાં જુગાર બેફામ બનતાં પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના વરણ ગામની સીમમાંથી જુગાર રમતા શકુનીયો ઝડપાયા છે. આગથળા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન જુગારની બાતમી મળી હતી. જેથી પોલીસે અચાનક રેડ કરી 27 હજારની રોકડ સાથે ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા હતા. આ દરમ્યાન અચાનક થયેલી રેડને કારણે અફરાતફરી વચ્ચે ત્રણ આરોપી ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓ

  • વિનોદભાઇ કાંતીજી ઠાકોર, રહે.વરણ, તા.ડીસા
  • અજમલજી સેંધાજી ઠાકોર, રહે. વરણ, તા.ડીસા
  • વિક્રમજી જીવાજી ઠાકોર, રહે.વરણ, તા.ડીસા

રેડ દરમ્યાન ફરાર થયેલા જુગારીઓ

  • જાલાજી જેણાજી ઠાકોર, રહે.વરણ, તા.ડીસા
  • સુરેશભાઇ દલસંગજી ઠાકોર, રહે. વરણ, તા.ડીસા
  • કનાજી સામતાજી ઠાકોર, રહે. વરણ, તા. ડીસા