કાર્યવાહી@ડીસા: પોલીસે બાતમી આધારે રેતી ચોરી કરતાં ઇસમને ટ્રક સાથે ઝડપ્યો

અટલ સમાચાર,ડીસા કોરોના મહામારી વચ્ચે ડીસા રૂરલ પોલીસે રેતીચોરી કરતાં ડમ્પર સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. આજે સવારે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પોલીસે ટ્રકને રોકાવી હતી. આ દરમ્યાન ચાલક પાસે રોયલ્ટીની કોઇ પાવતી ન હોવાથી તેની અટક કરી હતી. આ સાથે ટ્રકનું વજન કરાવી કુલ કિ.રૂ. 10,11,977નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી
 
કાર્યવાહી@ડીસા: પોલીસે બાતમી આધારે રેતી ચોરી કરતાં ઇસમને ટ્રક સાથે ઝડપ્યો

અટલ સમાચાર,ડીસા

કોરોના મહામારી વચ્ચે ડીસા રૂરલ પોલીસે રેતીચોરી કરતાં ડમ્પર સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. આજે સવારે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પોલીસે ટ્રકને રોકાવી હતી. આ દરમ્યાન ચાલક પાસે રોયલ્ટીની કોઇ પાવતી ન હોવાથી તેની અટક કરી હતી. આ સાથે ટ્રકનું વજન કરાવી કુલ કિ.રૂ. 10,11,977નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કંસારી ત્રણ રસ્તા પાસેથી બાતમી આધારે રેતી ચોરી કરતાં ટ્રકને ઝડપી પાડ્યો છે. ડીસા રૂરલ પોલીસ મથકના અ.પો.કો. ભુરાભાઇ સહિતનો સ્ટાફ કંસારી ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી. કે, બનાસ નદીના પટમાંથી ગે.કા. રીતે રોયલ્ટી વગર પોતાના ડમ્પરમાં સાદી રેતીની ચોરી કરી નીકળનાર છે. જેથી પોલીસે બાતમી આધારે ચાલક સહિત ટ્રક ઝડપી પાડી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ટ્રક સાથે ચાલક ગીરધારીભાઇ ભમરાભાઇ મેઘવાળ, રહે. પાચલા, તા. સાંચોર, જી.જાલોરની અટક કરી કોરોના ટેસ્ટ અંગેની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે ચાલક રેતી ક્યાંથી ભરી લાવ્યો તે બાબતે પુછતાં તેને મહાદેવીયા ગામ નજીક બનાસ નદીમાં આવેલ રસીકજી સુરાજી ઠાકોરની ક્વોરીમાંથી ભરી લાવ્યો હોવાનું કહેતાં પોલીસે બંને સામે ફરીયાદ દાખલ કરી છે. આ સાથે પોલીસે ટ્રકની કિ.રૂ. 10,00,000 સહિત કુલ કિ.રૂ. 10,11,977નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 379, 114 અને એમએમડીઆર એક્ટની કલમ 21 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.