કાર્યવાહી@ડીસા: પોલીસે 8 જુગારીઓ સાથે 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં આઠ જુગારીઓ ઝડપાયા છે. આજે બાતમી આધારે જુનાડીસા હાઇવેથી ગામમાં જવાના રસ્તા પર જુગાર રમતા લોકોની અટકાયત કરી છે. પોલીસે આઠ આરોપીઓના નામજોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સાતેય સામે જુગાર અટકાયતી અધિનિયમ, આઇપીસી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો
 
કાર્યવાહી@ડીસા: પોલીસે 8 જુગારીઓ સાથે 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ડીસામાં આઠ જુગારીઓ ઝડપાયા છે. આજે બાતમી આધારે જુનાડીસા હાઇવેથી ગામમાં જવાના રસ્તા પર જુગાર રમતા લોકોની અટકાયત કરી છે. પોલીસે આઠ આરોપીઓના નામજોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સાતેય સામે જુગાર અટકાયતી અધિનિયમ, આઇપીસી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જુનાડીસામાંથી 8 જુગારીઓ ઝડપાયા છે. પોલીસે ઓચિંતિ રેડ કરી રોકડ રકમ રૂ.1,16,830 તેમજ 41,500ના સાત મોબાઇલ તથા ત્રણ બાઈક સહિત કુલ 2,28,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાતમી આધારે કરાયેલી રેડમાં પોલીસે 8 શકુનીઓને રંગે હાથે ઝડપી પાડી તમામને જેલહવાલે કર્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનમાં જુગારીઓ બેફામ બન્યા હોઇ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે બાતમી આધારે જુના ડીસામાં રેડ કરતા આઠ જુગારીઓ આબાદ ઝડપાઇ જતા તેમની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12, આઇપીસીની કલમ 269, 188 અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારીઓના નામ

કાર્યવાહી@ડીસા: પોલીસે 8 જુગારીઓ સાથે 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો