કાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ડીસા દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇકો સાથે બે ઇસમોને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ડીસા દક્ષિણ પોલીસના પીએસઆઇ સહિતનો સ્ટાફ રાજમંદીર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ બાઇક આવતાં ચાલક સહિતનાની પુછપરછ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. જેમાં બાઇક ચોરીનું હોવાનું અને તપાસ દરમ્યાન
 
કાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ડીસા દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇકો સાથે બે ઇસમોને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ડીસા દક્ષિણ પોલીસના પીએસઆઇ સહિતનો સ્ટાફ રાજમંદીર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ બાઇક આવતાં ચાલક સહિતનાની પુછપરછ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. જેમાં બાઇક ચોરીનું હોવાનું અને તપાસ દરમ્યાન પોલીસે કુલ આઠ ચોરાયેલા બાઇકો ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દક્ષિણ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બે બાઇકચોરોને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યુ છે. ડીસા શહેર દક્ષિણ પોલીસના પીઆઇની સુચનાથી પીએસઆઇ સહિતનો સ્ટાફ રાજમંદિર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ હોન્ડા સાઇન મો.સા નંબર પ્લેટ વગરના સાથે બે ઇસમો પકડાઇ જતા જેઓની પુછપરછ કરતા તેઓ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળેથી કુલ 08 (આઠ) મોટર સાઇકલો ચોરી કરી ગોલગામ તા-વાવ જી.બનાસકાંઠા મુકામે હોવાનું કબુલ્યુ હતુ.

કાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસા દક્ષિણ પોલીસે ચોરીના આરોપીના ખેતરમાં આવેલ ઘરે સંતાડી રાખેલ હોઇ જે મો.સા સી.આર.પી.સી કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ અને પકડેલ ઇસમોને સી.આર.પી.સી કલમ 41(1) ડી મુજબ અટકાયત કરી હતી. આ તરફ પોલીસે અલગ-અલગ કંપનીના કુલ ચોરીના આઠ બાઇકો કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાર્યવાહી@ડીસા: દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા
જાહેરાત

ઝડપાયેલા ઇસમો

  • હિતેશકુમાર સોનારામ જાતે ગેલોત (માળી) ઉવ-22 ધંધો.મજુરી રહે.આશાપુરા સોસાયટી, ભોયણ તા ડીસા જી.બનાસકાંઠા
  • વિક્રમભારથી ઉર્ફે બાપજી નરસંગભારથી જાતે ગૌસ્વામી ઉવ-21 ધંધો. રીક્ષા ડ્રાઇવર, રહે.ગોલગામ તા-વાવ જી.બનાસકાંઠા

કબજે કરેલ ચોરીના મોટર સાયકલની વિગત

  • હીરો હોન્ડા સ્પલેન્ડર પ્રો.મો.સા જેનો રજી નંબર GJ-08-AD-0389, વાહન માલીક નું નામ-મહેશકુમાર હંસાજી જાતે સાંખલા રહે.રાણપુર,આ.વાસ તા ડીસા
  • હીરો હોન્ડા સીડી ડૉન જેનો રજી નં GJ01EC6868,વાહન માલીકનું નામ-સતીશકુમાર મરસિંગ પરશ્વા રહે.ઇ-૯૮ ટાઉનશીપ વિભાગ-૧ ક્રિષ્ણનગર અમદાવાદ
  • હિરો હોન્ડા એચ.એફ.ડીલક્ષ જેનો રજી નં GJ-08-Q-7339, વાહન માલીકનું નામ-અજયકુમાર પોપટલાલ દેવાસી રહે.અનસીઆનગર દિનરી થીયોતર,ડીસા
  • હીરો આઇ સ્માર્ટ ૧૧૦ જેનો રજી નં GJ-08-BK-8282, વાહન માલીકનું નામ-રાજદિપસિંગ ફતેસિંગ પરમાર રહે.આંબલીકુવાનગર પાલીકાની બાજુમાં ડીસા
  • હીરો હોન્ડા પેશન પ્રો.જેનો રજી નં GJ-08-AA-3899, વાહન માલીકનું નામ- રાજપુત ડુંગરસિંહ ગણપતસિંહ રહે.રીજમેન્ટ જવેરીનગર,ડીસા
  • હીરો હોન્ડા સીડી ડીલક્ષ જેનો રજી નં GJ-08-AD9665, વાહન માલીકનું નામ-ભુપતભાઇ કરશનભાઇ ચૌહાણ રહે.વાસણારોડ, જુનાડીસા,તા.ડીસા
  • બજાજ ડીસકવર જેનો રજી નં GJ-08-AF-1980, વાહનમાલીકનું નામ-વર્ઘાજી ગંગારામભાઇ સુંદેશા રહે.ફાર્મ હાઉસ વડાવળ, તા.ડીસા
  • હોન્ડા સાઇન જેનો રજી નં GJ-08-AK-5965, વાહન માલીકનું નામ-રમેશભાઇ વેલાભાઇ પટેલ રહે.પ્રજાપતિવાસ મંદિર પાસે ગણેશપુરા, પાલનપુર