કાર્યવાહી@ડીસા: મધરાત્રે 29 બકરાને કતલખાને લઇ જતી ટ્રક ઝડપાઇ, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા શહેરમાં ખેડૂતની સક્રિયતાની કારણે 29 બકરાને કતલખાને લઇ જતાં બચાવાયા છે. વિગતો મુજબ સ્થાનિક ખેડૂત મિત્રો સાથે હાઇવે પર ઉભા હતા. આ દરમ્યાન એક ટ્રક આવીને તેમની પાસે ઉભી રહેતાં અંદરથી પશુઓનો અવાજ આવતો હોઇ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે દોડી આવી તપાસ કરતાં અંદર બકરા ભર્યા
 
કાર્યવાહી@ડીસા: મધરાત્રે 29 બકરાને કતલખાને લઇ જતી ટ્રક ઝડપાઇ, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા શહેરમાં ખેડૂતની સક્રિયતાની કારણે 29 બકરાને કતલખાને લઇ જતાં બચાવાયા છે. વિગતો મુજબ સ્થાનિક ખેડૂત મિત્રો સાથે હાઇવે પર ઉભા હતા. આ દરમ્યાન એક ટ્રક આવીને તેમની પાસે ઉભી રહેતાં અંદરથી પશુઓનો અવાજ આવતો હોઇ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે દોડી આવી તપાસ કરતાં અંદર બકરા ભર્યા હોવાનું ખુલ્યુ હતુ. જેથી પરમીટ સહિતની વિગતો તપાસી પોલીસે રાજપુર પાંજરાપોળ મથકે બકરાં ઉતારી ગણતાં 29 જીવતાં બકરા હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે ઝડપાયેલા ઇસમોની પુછપરછમાં આ બકરા પાટણ કતલખાને લઇ જવાના હોવાનું કબૂલ્યું હતુ. જેથી ડીસા દક્ષિણ પોલીસે કુલ ચાર ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાંથી 29 બકરાઓને પાટણ કતલખાને લઇ જતાં બચાવાયા છે. ડીસાના તિરૂપતિ ટાઉનશીપમાં રહેતાં જીવરાજભાઇ માળી પોતાના મિત્રો સાથે શુભમ પાર્ટી પ્લોટ હાઇવે પર ઉભા હતા. આ દરમ્યાન પાટણ પાર્સિંગની એક ટ્રક તેમની પાસે આવીને ઉભી રહેતાં અંદરથી પશુઓનો અવાજ આવતો હતો. જેથી ચાલકને ટ્રકમાં શુ ભર્યુ છે તે બાબતે પુછતાં યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરતાં દક્ષિણ પોલીસ દોડી આવી હતી. જ્યાં પુછપરછ કરતાં અંદર 29 બકરા ભર્યા હોવાનું ખુલ્યુ હતુ. જે બાદમાં પરમિટ સહિતની તપાસ કરી પુછપરછ કરતાં આ બકરા પાટણ કતલખાને લઇ જતાં હોવાનું કબૂલ્યુ હતુ. જેથી પોલીસે બકરા ડીસા રાજપુર પાંજરાપોળ ખાતે ઉતારી ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

કાર્યવાહી@ડીસા: મધરાત્રે 29 બકરાને કતલખાને લઇ જતી ટ્રક ઝડપાઇ, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે મોડીરાત્રે હાઇવે પરથી બકરાને કતલખાને લઇ જતી ટ્રક ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. ડીસા દક્ષિણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચાલક જબ્બાર ખાનની પુછપરછ કરી હતી. આ સાથે ટ્રકમાંથી સાબિદ મુમન, એઝાકમલેક અને વાહિદ મિયાંને ઝડપી પાડ્યા હતા. આ સાથે આ બકરા અબ્બાસભાઇએ દાંતીવાડા નજીકથી ભરાવ્યાં હોઇ અને પાટણ કતલખાને લઇ જતાં હોવાનું કબૂલ્યુ હતુ. પોલીસે ટ્રકની કિ.રૂ.5,00,000 અને પશુ બકરા કિ.રૂ. 1,45,000નું ગણી ઇસમો વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5, 8, પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમની કલમ 9, 10 અને પશુઓ પ્રત્યે ઘાતીયપણુ અટકાવવાનો અધિનિયમની કલમ 11(1)(h) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.