કાર્યવાહી@ધાનેરા: RR સેલની ટીમે કારમાંથી વિદેશી દારૂ સહિત 4.27 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર, ધાનેરા ધાનેરામાં ગઇકાલે મોડીરાત્રે આરઆરસેલની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. આરઆરસેલ, બોર્ડર રેન્જ ભૂજની ટીમ ગઇકાલે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, રાજસ્થાનથી દારૂ ભરીને એક કાર ધાનેરા તરફ આવનાર છે. જેથી આરઆરસેલની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે.
 
કાર્યવાહી@ધાનેરા: RR સેલની ટીમે કારમાંથી વિદેશી દારૂ સહિત 4.27 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર, ધાનેરા

ધાનેરામાં ગઇકાલે મોડીરાત્રે આરઆરસેલની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. આરઆરસેલ, બોર્ડર રેન્જ ભૂજની ટીમ ગઇકાલે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, રાજસ્થાનથી દારૂ ભરીને એક કાર ધાનેરા તરફ આવનાર છે. જેથી આરઆરસેલની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. આ સાથે એક ઇસમની અટકાયત કરી કુલ 4.27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ધાનેરા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરાના સોતવાડા ગામ નજીક મોડીરાત્રે આરઆરસેલની ટીમે દારૂ ઝડપ્યો છે. આરઆરસેલ બોર્ડર રેન્જ, ભુજની ટીમ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી. આ તરફ રાજસ્થાનથી નાનામેડા શેરા થઇ ધાનેરા તરફ દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી મળતાં સોતવાડા ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરઆરસેલની ટીમે મોડીરાત્રે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. કાર્યવાહી દરમ્યાન કારમાંથી વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ-131 કિ.રૂ.26,710 નો દારૂ મળી આવ્યો હતો. આ સાથે કારની કિ.રૂ.4,00,000 અને રોકડ રકમ રૂ.450 મળી કુલ કિ.રૂ.4,27,160નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે આરઆરસેલની ટીમે દારૂ ભરી આપનાર, દારૂ મંગાવનાર અને હેરાફેરી કરનાર ત્રણેય ઇસમો સામે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. ધાનેરા પોલીસે આરોપીઓ સામે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 98(2), 99, 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. મફાભાઇ રામાભાઇ આલ (રબારી), ગામ-રવીયા, તા.ધાનેરા, જી.બનાસકાંઠા
  2. ભમરાજી રાજપુત, ગામ-સીયા, તા.ધાનેરા, જી.બનાસકાંઠા
  3. મુકેશભાઇ બાબુભાઇ સોલંકી, નેનાવા રોડ, ગામ-ધાનેરા, જી. બનાસકાંઠા