કાર્યવાહી@ધનસુરા: ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ વચ્ચે LCB ત્રાટકી, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ધનસુરા ધનસુરા પંથકમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોઇ LCBએ રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અરવલ્લી LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે ધનસુરાથી બાયડ રોડ પર ગામની સીમમાં કાર્યવાહી કરી હતી. જેમાં ગેરકાયદેસર બાયોડીઝલનુ઼ વેચાણ થતું હોઇ ટેન્કર, ટ્રક અને બાયોડીઝલ મળી કુલ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
 
કાર્યવાહી@ધનસુરા: ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ વચ્ચે LCB ત્રાટકી, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ધનસુરા

ધનસુરા પંથકમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોઇ LCBએ રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અરવલ્લી LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે ધનસુરાથી બાયડ રોડ પર ગામની સીમમાં કાર્યવાહી કરી હતી. જેમાં ગેરકાયદેસર બાયોડીઝલનુ઼ વેચાણ થતું હોઇ ટેન્કર, ટ્રક અને બાયોડીઝલ મળી કુલ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે બે ઇસમોને હસ્તગત કરી કુલ 3 ઇસમો વિરૂધ્ધ ધનસુરા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લામાં બાયોડીઝલ લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI સી.પી.વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ધનસુરાથી બાયડ જતાં હાઇવે પર હીરાપુર ગામની સીમમાં આવેલ દર્શન હોટલના કંપાઉન્ડમાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેથી તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ સાથે ગેરકાયદેસર બાયોડીઝલ, એક ટેન્કર અને ટ્રક સહિત કુલ 14લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

કાર્યવાહી@ધનસુરા: ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ વચ્ચે LCB ત્રાટકી, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ ઝડપી પાડ્યુ છે. આ સાથે સ્થળ ઉપરથી માધવ ટ્રેડીંગ નામથી ટેન્કરમાંથી બાયોડીઝલ 6,000 લીટર જેની કિ.રૂ.4,32,000, ટેન્કરની કિ.રૂ.5,00,000, ટ્રકની કિ.રૂ.5,00,000, મોબાઇલ નંગ-1 કિ.રૂ.2,000 મળી કુલ કિ.રૂ.14,34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કાર્યવાહી@ધનસુરા: ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ વચ્ચે LCB ત્રાટકી, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

આ સાથે કરણસિંહ ઠાકોર અને દોસ્તમોહમદખાન મકરાણીને હસ્તગત કરી અન્ય એક ઇસમને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે. આ તરફ ધનસુરા પોલીસ મથકે ત્રણ ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ 285, 114 મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

કાર્યવાહી@ધનસુરા: ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ વચ્ચે LCB ત્રાટકી, 14 લાખનો મુદ્દામાલ જપ્ત