કાર્યવાહી@ગીર સોમનાથઃ વન્ય કાચબાની ઢાલ સાથે 3 શિકારી ઝડપાયા, ઘાતક હથિયારો પણ મળ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તાર પાસેથી વન્ય કાચબાની ઢાલ સાથે ત્રણ શિકારીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. ત્યારે આ શિકારીઓ પાસેથી અન્ય વન્ય પ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે. સુત્રાપાડાના ધામળેજ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો દ્રારા ચાર વ્યક્તી ઓને પ્રાણીઓના શિકારની શંકાના આધારે પકડી પાડવામાં
 
કાર્યવાહી@ગીર સોમનાથઃ વન્ય કાચબાની ઢાલ સાથે 3 શિકારી ઝડપાયા, ઘાતક હથિયારો પણ મળ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તાર પાસેથી વન્ય કાચબાની ઢાલ સાથે ત્રણ શિકારીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. ત્યારે આ શિકારીઓ પાસેથી અન્ય વન્ય પ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે. સુત્રાપાડાના ધામળેજ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો દ્રારા ચાર વ્યક્તી ઓને પ્રાણીઓના શિકારની શંકાના આધારે પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોકોએ આ શકમંદોની તપાસ કરી તો આ શંકાસ્પદ જણાતા શિકારીઓની પાસેથી એક મૃત કાચબાની ઢાલ તેમજ વન્ય પ્રાણીઓને ફસાવવાના બે ફાંસલા સહિત છરી, ચપ્પા, દાતરડા દોરી વગેરે મળી આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગીર સોમનાથના વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તારના ધામળેજ ગામ પાસેથી વન્ય કાચબાની ઢાલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા છે. મામલાની ગંભીરતા સમજીને સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. અને વેરાવળ રેન્જ ફોરસ્ટ સ્ટાફ સાથે સુત્રાપાડા વન વિભાગે આ ત્રણ આરોપીઓની તલાશી લેતાં તેમના પાસે થી શીકાર માટેના સાહીત્ય સાથે મૃત કાચબાની ઢાલ મળી આવતાં વનવિભાગે ત્રણે આરોપીઓની અટક કરી તપાસ શરૂ કરી છે. જ્યારે આ બનાવમાં ચોથા આરોપી તરીકે પાછળથી હરસુખ પરમાર રેહવસી ધામળેજ વાળાને પણ વન વિભાગે ઝડપી લીધો છે. અને વન વિભાગ દ્વારા તમામ આરોપી ઓ ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા ત્રણ આરોપીઓ

  • લાલુ વાઘેલા-રેહવાસી કોડીનાર
  • વરજાંગ પરમાર-રેહવાસી ધામળેજ
  • કનું સોલંકી-રેહવાસી ધામળેજ