કાર્યવાહી@ગુજરાત: 175 કરોડના ડ્રગ્સ સપ્લાય કેસના મુખ્ય આરોપીને ATSની ટીમે દિલ્હીથી દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજે ગુજરાત ATSને એક સૌથી મોટી સફળતા હાથ લાગી છે. 175 કરોડનાં હેરોઇનના જથ્થાનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો છે. ગુજરાત ATSએ રૂ.175 કરોડના હેરોઈન કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરી લીધી છે. સાહિદ કાસમ સુમરા દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ ગુજરાત એટીએસે ઝડપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
 
કાર્યવાહી@ગુજરાત: 175 કરોડના ડ્રગ્સ સપ્લાય કેસના મુખ્ય આરોપીને ATSની ટીમે દિલ્હીથી દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ગુજરાત ATSને એક સૌથી મોટી સફળતા હાથ લાગી છે. 175 કરોડનાં હેરોઇનના જથ્થાનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો છે. ગુજરાત ATSએ રૂ.175 કરોડના હેરોઈન કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરી લીધી છે. સાહિદ કાસમ સુમરા દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ ગુજરાત એટીએસે ઝડપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. નોંધનીય છે કે, સાહિદની અન્ય ડ્રગ્સ કેસમાં પણ સંડોવણી ખુલી છે. અગાઉ 500 કિલો હેરોઈન કેસમાં પણ આરોપી સાહિદ કાસમ સુમરા સંડોવાયેલો છે. NIAએ પંજાબથી 200 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું, જેમાં પણ તે માસ્ટરમાઈન્ડ હતો.

કાર્યવાહી@ગુજરાત: 175 કરોડના ડ્રગ્સ સપ્લાય કેસના મુખ્ય આરોપીને ATSની ટીમે દિલ્હીથી દબોચ્યો
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, 175 કરોડના હેરોઈન કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો છે. આરોપી સાહિદ કાસમ સુમરા પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવાનું કામ કરતો હતો. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે અને બાતમીના આધારે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાં ગુજરાત ATSને સફળતા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

175 કરોડના હેરોઈન કેસના મુખ્ય આરોપી વિશે ગુજરાત એટીએસને એક બાતમી મળી હતી. પરંતુ પહેલી નજરે આરોપીને ઓળખવો સહેલો નહોતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો આખો લૂક જ બદલી નાંખ્યો હતો. પરંતુ ગુજરાત એટીએસની સર્તકતાના લીધે આરોપી ઝડપાઈ ગયો હતો. શરૂઆતમાં આરોપીએ પોતે ગુનેગાર ન હોવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ અંતે તેણે પોતાની કસ્ટડી ગુજરાત એટીએસને આપી દીધી હતી.