કાર્યવાહી@હિંમતનગર: ચાઇનીઝ દોરીના જથ્થાં સાથે 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર ઉત્તરાયણ પહેલાં હિંમતનગર પોલીસે મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમી આધારે બસ સ્ટેન્ડ આગળથી પીકઅપ ડાલાંને રોકી તલાશી લીધી હતી. તપાસ દરમ્યાન અંદરથી ચાઇનીઝ દોરીના જથ્થાં સાથે પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે ચાઇનીઝ દોરીની ડીલીવરી લેવા આવનાર અન્ય 3 ઇસમો મળી કુલ 5
 
કાર્યવાહી@હિંમતનગર: ચાઇનીઝ દોરીના જથ્થાં સાથે 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

ઉત્તરાયણ પહેલાં હિંમતનગર પોલીસે મોટી માત્રામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમી આધારે બસ સ્ટેન્ડ આગળથી પીકઅપ ડાલાંને રોકી તલાશી લીધી હતી. તપાસ દરમ્યાન અંદરથી ચાઇનીઝ દોરીના જથ્થાં સાથે પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે ચાઇનીઝ દોરીની ડીલીવરી લેવા આવનાર અન્ય 3 ઇસમો મળી કુલ 5 લોકોના નામજોગ ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહીને લઇ પંથકમાં બિનઅધિકૃત ચાઇનીઝ દોરી લાવતાં અને ધંધો કરતાં ઇસમોમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@હિંમતનગર: ચાઇનીઝ દોરીના જથ્થાં સાથે 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 સામે FIR

સાબરકાંઠા SP ચૈતન્ય માંડલિકે જીલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને હિંમતનગર બી ડીવીઝન PSI એ.વી.જોષી સહિતનો સ્ટાફ ચોક્કસ બાતમી આધારે બસ સ્ટેન્ડ નજીક વાહન ચેકીંગમાં હતો. આ દરમ્યાન ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતાં બે વનરક્ષકને પણ બાતમી મળી હોઇ તેઓને સાથે રાખી પોલીસે વાહન ચેકીંગની કાર્યવાહી શરૂ કરી હતી. આ તરફ બાતમીવાળું પીકઆપ ડાલું આવતાં તેની તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

કાર્યવાહી@હિંમતનગર: ચાઇનીઝ દોરીના જથ્થાં સાથે 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે પીકઅપ ડાલામાંથી 2 ઇસમોને ઝડપી પાડી પુછપરછ કરતાં અન્ય 3 ઇસમો ચાઇનીઝ દોરીનો જથ્થો લેવા આવનાર હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે કાર્યવાહી દરમ્યાન બિનઅધિકૃત ચાઇનીઝ માંજાની નાયલોન દોરાવાળી ફીરકી નંગ-900 કિ.રૂ.1,80,000 અને પીકઅપ ડાલાંની કિ.રૂ.3,50,000 મળી કુલ કિ.રૂ.5,30,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે કુલ 5 ઇસમો સામે હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકે આઇપીસી કલમ 188, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. સગીર વયનો આરોપી, ગામ-હિંમતનગર
  2. જીતેન્દ્રકુમાર ઉર્ફે સોનુ નારાયણભાઇ બાલવાણી,(ઉ.વ.23) ગામ-હિંમતનગર (કર્ણાવતી સોસાયટી, ગોકુલનગર ફાટક પાસે)
  3. મીનેશભાઇ વશંતભાઇ શાહ,(ઉ.વ.45), ગામ-ઇલોલ (જૈનદેરાસર પાસે), તા.હિંમતનગર
  4. ભરતકુમાર ઉર્ફે સોનુ રાજુભાઇ મોરવાની, (ઉ.વ.28), ગામ-ભિલોડા (સિંધી સોસાયટી, માલાવાસ)
  5. ગુંજનભાઇ લખાભાઇ પટેલ (ઉ.વ.27 ), ગામ-ભીલોડા (રહે.રુષભ ઓટોની પાછળ)