કાર્યવાહી@જોટાણા: 5 ગૌવંશનું કતલ થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી, 2 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા જોટાણા તાલુકાના ગામે ઇસમો ગૌવંશનું કતલ કરે તે પહેલાં પોલીસે ત્રાટકી 2 ઇસમને ઝડપી પાડ્યા હતા. વિગતો મુજબ નંદાસણ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, જોટાણા તાલુકાના ગામે 2 ઇસમો પોતાના રહેણાંક મકાનમાં ગૌવંશ કતલ કરવાના ઇરાદે લાવ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક પંચો સાથે રેઇડ કરતાં ઇસમો
 
કાર્યવાહી@જોટાણા: 5 ગૌવંશનું કતલ થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી, 2 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

જોટાણા તાલુકાના ગામે ઇસમો ગૌવંશનું કતલ કરે તે પહેલાં પોલીસે ત્રાટકી 2 ઇસમને ઝડપી પાડ્યા હતા. વિગતો મુજબ નંદાસણ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, જોટાણા તાલુકાના ગામે 2 ઇસમો પોતાના રહેણાંક મકાનમાં ગૌવંશ કતલ કરવાના ઇરાદે લાવ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક પંચો સાથે રેઇડ કરતાં ઇસમો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. નંદાસણ પોલીસે બંને ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના ધનાલી ગામે ગૌવંશનું કતલ થાય તે પહેલાંજ પોલીસે કાર્યવાહી કરી છે. નંદાસણના ઇન્ચાર્જ PI કે.બી.ખાંટના વડપણ હેઠળની ટીમે પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ધનાલી ગામે ફકીરમહંમદ સૈયદ અને શાહરૂખમહંમદ સૈગદ ભેગા મળી ગૌવંશ કતલ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી તાત્કાલિક રેઇડ કરી સ્થળ પરથી 1 ગાય, 1વાછરડી, 1 વાછરડો અને 2 બળદ મળી કુલ 5 ગૌવંશને કતલ થતાં બચાવાયા હતા. આ સાથે પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી તેમના વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 6(k),1, 6(b),8 અને પશુઓ પ્રત્યે ઘાતીયપણુ અટકાવવાનો અધિનિયમની કલમ 11(1)(I) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.