કાર્યવાહી@કડી: મધરાત્રે પોલીસે હાઇવે પર જુગાર રમતાં 9 ઇસમોને દબોચ્યાં, ગુનો દાખલ

અટલ સમાચાર ડોડ કોમ, કડી કડી-છત્રાલ હાઇવે પર પોલીસે રાત્રીના સમયે રેઇડ કરી એકસાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. કડી પોલીસની ટીમ રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, કડી-છત્રાલ હાઇવે પર એસ્સાર પેટ્રોલપંપની સામેની બાજુ કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક ટીમ સાથે રેઇડ કરી સ્થળ પરથી એકસાથે 9
 
કાર્યવાહી@કડી: મધરાત્રે પોલીસે હાઇવે પર જુગાર રમતાં 9 ઇસમોને દબોચ્યાં, ગુનો દાખલ

અટલ સમાચાર ડોડ કોમ, કડી

કડી-છત્રાલ હાઇવે પર પોલીસે રાત્રીના સમયે રેઇડ કરી એકસાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. કડી પોલીસની ટીમ રાત્રી દરમ્યાન પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી મળી હતી કે, કડી-છત્રાલ હાઇવે પર એસ્સાર પેટ્રોલપંપની સામેની બાજુ કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક ટીમ સાથે રેઇડ કરી સ્થળ પરથી એકસાથે 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેમની તેમની પાસેથી 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કડી પોલીસ મથકે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને કડી PI ધર્મિષ્ઠાબેન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ PSI એસ.બી.ઘાસુરાની ટીમ રાત્રે દરમ્યાન પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે કડી-છત્રાલ હાઇવે પર એસ્સાર પંપની સામે આવેલ ગેરેજની દુકાનની બાજુમાં જુગાર રમતાં ઇસમોને ઝડપી પાડ્યા છે.

કાર્યવાહી@કડી: મધરાત્રે પોલીસે હાઇવે પર જુગાર રમતાં 9 ઇસમોને દબોચ્યાં, ગુનો દાખલ
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડી પોલીસને ટીમે એક્શનમાં આવી જુગારીઓને ઝડપી પાડતાં પંથકના જુગારીઓમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. ગઇકાલે રાત્રે કરાયેલી કાર્યવાહીમાં પોલીસે ઇસમોને અંગજડતી અને દાવ પરથી મળી કુલ કિ.રૂ.10,135નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ ઇસમો વિરૂધ્ધ કડી પોલીસ મથકે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.