કાર્યવાહી@કડી: અલગ-અલગ જગ્યાએથી પોલીસે દારૂ સહિત 2.62 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી પોલીસે અલગ-અલગ જગ્યાએથી કુલ વિદેશી દારૂ સાથે કુલ 2.62 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ સઘન પેટ્રોલિંગમાં રહેલી કડી પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે કુંડાળ અને બુડાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે એક સીએનજી રીક્ષા અને એક બિનવારસી
 
કાર્યવાહી@કડી: અલગ-અલગ જગ્યાએથી પોલીસે દારૂ સહિત 2.62 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી પોલીસે અલગ-અલગ જગ્યાએથી કુલ વિદેશી દારૂ સાથે કુલ 2.62 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ સઘન પેટ્રોલિંગમાં રહેલી કડી પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે કુંડાળ અને બુડાસણ ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે એક સીએનજી રીક્ષા અને એક બિનવારસી કાર મળી કુલ 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી અભય ચુડાસમા અને મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. કડી PIના માર્ગદર્શન હેઠળ PSI સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, કુંડાળ ગામની સીમમાંથી એક CNG રીક્ષામાં કરણકુમાર રામજીભાઇ પરમાર નામનો ઇસમ વિદેશી દારૂની બોટલો લઇને જનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડી રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલો નંગ-239, કિ.રૂ.27,485 અને રીક્ષાની કિ.રૂ.1,00,000 મળી કુલ 1,27,485ના મુદ્દામાલ સાથે 3 ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાર્યવાહી@કડી: અલગ-અલગ જગ્યાએથી પોલીસે દારૂ સહિત 2.62 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
જાહેરાત

આ સાથે કડી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન બુડાસણ ગામની સીમમાં પણ પ્રોહિ લગત કાર્યવાહી કરી હતી. જેમાં બુડાસણથી ઇરાણા ગામ તરફ જતાં કોટન મીલની પાછળની ફેક્ટરી આગળ બીનવારસી હાલતમાં પડેલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-70 કિ.રૂ.35,000 અને કારની કિ.રૂ.1,00,000 મળી કુલ કિ.રૂ.1,35,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે અજાણ્યાં કારચાલક સામે પ્રોહિબિશન લગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મોટી કાર્યવાહી કરી

મહેસાણા SP સુચના અને કડી PI પી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ PSI બી.એમ.પટેલ, ASI ભગવાનજી, AHC દિનેશભાઇ, નરેશભાઇ, APC રણછોડભાઇ, મહેન્દ્રસિંહ, વિક્રમભાઇ, APC જયદિપસિંહ, જયદિપસિંહ APC ધવલકુમાર સહિતના સ્ટાફે ચોક્કસ બાતમી આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.