કાર્યવાહી@કડી: માસ્ક બનાવતાં યુનિટમાં દરોડા, તોલમાપની ટીમે 2 લાખનો દંડ વસૂલ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે કડીમાં માસ્કનું ઉત્પાદન કરતી કંપનીમાં તોલમાપ વિભાગે આકસ્મિક કાર્યવાહી કરી છે. જેમાં માસ્કના સીલબંધ પેકેજો ઉપર નિયમોનુસાર નિર્દેશનો કરવામાં આવેલા ન હોઇ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તોલમાપ તંત્રએ ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009ની જોગવાઇઓના ભંગ બદલ 2 લાખનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા જીલ્લા તોલમાપ
 
કાર્યવાહી@કડી: માસ્ક બનાવતાં યુનિટમાં દરોડા, તોલમાપની ટીમે 2 લાખનો દંડ વસૂલ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે કડીમાં માસ્કનું ઉત્પાદન કરતી કંપનીમાં તોલમાપ વિભાગે આકસ્મિક કાર્યવાહી કરી છે. જેમાં માસ્કના સીલબંધ પેકેજો ઉપર નિયમોનુસાર નિર્દેશનો કરવામાં આવેલા ન હોઇ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તોલમાપ તંત્રએ ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009ની જોગવાઇઓના ભંગ બદલ 2 લાખનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યુ છે.

કાર્યવાહી@કડી: માસ્ક બનાવતાં યુનિટમાં દરોડા, તોલમાપની ટીમે 2 લાખનો દંડ વસૂલ્યો

મહેસાણા જીલ્લા તોલમાપ તંત્ર દ્રારા કડીમાં માસ્ક બનાવતી કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા જીલ્લા તોલમાણ અધિકારી અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત રીજીયનના નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડની ટીમે કડીમાં માસ્કનું ઉત્પાદન કરતી કંપની વિશાલ સીન્થેટીક્સ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. જેમાં કંપનીના N-95 માસ્કના સીલબંધ પેકેજો ઉપર મહત્તમ છુટક વેચાણ કિંમત (તમામ કરવેરા સહિત) એમઆરપી અને પેકીંગ કયા માસ-વર્ષમાં લખવામાં આવેલ ન હતુ. જેથી તોલમાપ તંત્રએ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડીની વિશાલ સિન્થેટીક્સના ઉત્પાદકે ધી લીગલ મેટ્રોલજી એક્ટ-2009ની જોગવાઇઓનો ભંગ કર્યો હતો. જેથી કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્રારા ગુનાની કબૂલાત કરી આ અંગે ગુના માંડવાળ ફી-દંડ ભરવા તૈયાર હોઇ સંમિત પત્રક રજૂ કર્યુ હતુ. આ તરફ તોલમાપ અધિકારી એન.એમ.રાઠોડ દ્રારા વિશાલ સીન્થેટીક્સ કંપનીને રૂ.2,00,000નો દંડ ભરવા આદેશ કર્યો છે. જેને લઇ વિશાલ સિન્થેટીક્સ કંપનીએ સરકારમાં રૂ.2 લાખ જમા કરાવ્યા હતા.