કાર્યવાહી@કડી: વરલી મટકાનો જુગાર રમાડતો 1 ઇસમ ઝબ્બે, 11,790નો મુદામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી તાલુકાના ગામે જાહેરમાં વરલી મટકોનો જુગાર રમાડતા ઇસમને LCBએ ઝડપી પાડ્યો છે. મહેસાણા LCBની ટીમે બાતમી આધારે કડી તાલુકાના ગામમાં તપાસ કરતાં એક ઇસમ પોતાના મોબાઇલમાં વોટ્સઅપથી વરલી મટકાનો જુગાર રમાડતો હતો. પોલીસે ઇસમને ઝડપી પાડી રોકડ રકમ રૂ.6790 અને મોબાઇલ મલી કુલ 11,790 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
 
કાર્યવાહી@કડી: વરલી મટકાનો જુગાર રમાડતો 1 ઇસમ ઝબ્બે, 11,790નો મુદામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી તાલુકાના ગામે જાહેરમાં વરલી મટકોનો જુગાર રમાડતા ઇસમને LCBએ ઝડપી પાડ્યો છે. મહેસાણા LCBની ટીમે બાતમી આધારે કડી તાલુકાના ગામમાં તપાસ કરતાં એક ઇસમ પોતાના મોબાઇલમાં વોટ્સઅપથી વરલી મટકાનો જુગાર રમાડતો હતો. પોલીસે ઇસમને ઝડપી પાડી રોકડ રકમ રૂ.6790 અને મોબાઇલ મલી કુલ 11,790 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB PSI એસ.બી.ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે કડી-નંદાસણ રોડ પર આદર્શ નીવાસી શાળાની બાજુમાં આવેલ પોપટીયા સર્વિસ સ્ટેશન પાસે રેઇડ કરી હતી. જેમાં ત્યાં બનાવેલ ઓરડી પાસે લાઇટના અજવાળે બહારની ખુલ્લી જગ્યાએ એક ઇસમ પોતાના અંગત ફાયદા સારુ મોબાઇલમાં વરલી મટકાનો આંખ-ફરકનો હારજીતનો જુગાર રમાડતોં હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBએ ઇસમને નામઠામ પુછતાં પોતે પોતાનું નામ રામી જગદીશભાઇ રણછોડભાઇ રામી રહે- 87, ગુરુદેવ સોસાયટી, કરણનગર રોડ તા-કડી જી-મહેસાણા હોવાનું ખુલ્યુ હતું. કાર્યવાહી દરમ્યાન ઇસમની અંગઝડતી કરતા તેના પાસેથી રોકડ રકમ રૂ.6790 મળી આવેલ અને એક મોબાઇલ કિં.રૂ 5000 મળી કુલ રૂ.11,790 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે ઈસમ પકડાઇ જઇ ગુનો કરેલ હોવાથી તેમના વિરૂધ્ધ જુગાર ધારા કલમ-12A મુજબનો ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.