કાર્યવાહી@કાંકરેજ: ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી ઝડપી, 3 ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ કાંકરેજ પંથકમાં ગઇકાલે ભૂસ્તર વિભાગે અચાનક રેઇડ કરી ખનીજ ચોરી ઝડપી પાડી છે. તાલુકાના કસલપુરમાં ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમે કાર્યવાહી કરી છે. કસલપુર ખાતે બનાસ નદીપટને અડીને આવેલ સર્વે નંબર 269 ગૌચર જમીન ઉપર મહેશ પ્રજાપતિ નામના ઈસમ દ્વારા કરવામાં આવી રહેલ રેતીનુ ખોદકામ પકડી પાડેલ છે. આ સાથે
 
કાર્યવાહી@કાંકરેજ: ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી ઝડપી, 3 ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, કાંકરેજ

કાંકરેજ પંથકમાં ગઇકાલે ભૂસ્તર વિભાગે અચાનક રેઇડ કરી ખનીજ ચોરી ઝડપી પાડી છે. તાલુકાના કસલપુરમાં ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમે કાર્યવાહી કરી છે. કસલપુર ખાતે બનાસ નદીપટને અડીને આવેલ સર્વે નંબર 269 ગૌચર જમીન ઉપર મહેશ પ્રજાપતિ નામના ઈસમ દ્વારા કરવામાં આવી રહેલ રેતીનુ ખોદકામ પકડી પાડેલ છે. આ સાથે ત્રણ ડમ્પર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કસલપુર ગામેથી ખનીજ ચોરી ઝડપાઇ છે. ભૂસ્તર વિભાગે તપાસ કરતાં સ્થળ પરથી એક હીટાચી સહિત ત્રણ ડમ્પર પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ભૂસ્તર વિભાગે અંદાજે રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે હવે ખોદકામ કરવામાં આવેલ વિસ્તારની માપણી કરી દંડની વસુલાત માટે કડક કાર્યવાહી કરવા પણ કવાયત હાથ ધરાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાસ જોષીની ટીમની કામગીરીના કારણે ગતવર્ષે ખનિજચોરી ઝડપીને સૌથી વધુ આવક એકઠી કરીને સરકારમાં આવક ઉભી કરી હતી. જોકે આ વર્ષે પણ ખનિજચોરી ઝડપવા ભૂસ્તરની ટીમ સક્રિય બની છે. બનાસકાંઠાના ખનીજ ચોરી કરતા તત્વો ભૂસ્તર વિભાગની ગાડીની સતત વોચ રાખતા હોય છે. ત્યારે હવે ખનીજ ચોરી ઝડપવા ખાનગી વાહનનો ઉપયોગ કરતા ખનિજચોરોને ઊંઘતા ઝડપી પાડ્યા હતા.